Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાલ કિલ્લાની એક તસ્વીરે લોકોના દિલ જીત્યા, નાના જીવની દેશભક્તિ છવાઇ

Independence Day : તસવીરમાં જોઈ શકાય છે કે, લાલ કિલ્લામાં સૈનિકોની સામે એક ખિસકોલી (Squirrel Respect Tricolor) ઉભી હતી
લાલ કિલ્લાની એક તસ્વીરે લોકોના દિલ જીત્યા  નાના જીવની દેશભક્તિ છવાઇ
Advertisement
  • આજે લાલ કિલ્લા પર વડાપ્રધાને રાષ્ટ્ર ધ્વજને વંદન કર્યું
  • આ કાર્યક્રમની એક તસ્વીર સામે આવી છે
  • ખિસકોલીની દેશભક્તિની દેશવાસીઓ દ્વારા સરાહના

Independence Day : 15 ઓગસ્ટ 2025 ના રોજ ભારત દેશ 79 મો સ્વતંત્રતા દિવસ (Independence Day) પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાયેલી ભવ્ય પરેડમાં, ભારતીય સેનાએ પોતાની શિસ્ત, બહાદુરી અને દેશભક્તિનું ભવ્ય પ્રદર્શન કર્યું છે. પરંતુ આ વખતે પરેડમાં એક નાના મહેમાને બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ નાનો મહેમાન બીજું કોઈ નહીં પણ એક ખિસકોલી (Squirrel Respect Tricolor) છે. જેને ભારતીય સેના સાથે લાલ કિલ્લાના કિલ્લા પર લહેરાતા રાષ્ટ્રધ્વજને સલામી આપતી જોવા મળી છે. આ દરમિયાન, પીટીઆઈના ફોટો જર્નાલિસ્ટે તેના કેમેરામાં આ નાના જીવનનો ફોટો કેદ કર્યો છે. આ તસવીરે દુનિયાભરમાં રહેતા ભારતીયનું દિલ જીતી લીધું છે.

ખિસકોલીએ ભારતીય સેના સાથે પોતાની હાજરી આપી

સ્વતંત્રતા દિવસ (Independence Day) નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ લાલ કિલ્લા પર ભારતીય સેનાની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈનિકોની કૂચ, ત્રિરંગાની સલામી અને દેશભક્તિથી ભરપૂર વાતાવરણે દરેકને ગર્વથી ભરી દીધા છે. પરંતુ આ વખતે પરેડ દરમિયાન એક નાની ખિસકોલીએ ભારતીય સેના સાથે પોતાની હાજરી નોંધાવી છે. જેની તસ્વીર સોશિયલ મીડિયા મારફતે સામે આવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે, લાલ કિલ્લાના મેદાનમાં ભારતીય સેનાના સૈનિકોની સામે એક ખિસકોલી (Squirrel Respect Tricolor) ઉભી હતી, જાણે કે તે પણ સૈનિકો સાથે પરેડમાં ભાગ લઈ રહી હોય અને સેના સાથે ત્રિરંગાને સલામી આપી રહી હોય, તેવું દ્રશ્ય ઉપસીને આવી રહ્યું છે.

Advertisement

Independence Day પર તમામ લોકો દેશભક્તિમાં ડૂબ્યા

સ્વાતંત્રતા દિન (Independence Day) પર લાલ કિલ્લાની આ સુંદર ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. લોકો આ ખિસકોલી (Squirrel Respect Tricolor) ને 'નન્હા સૈનિક' અને 'લાલ કિલ્લાનો સ્ટાર' કહેવા લાગ્યા છે. ઘણા યુઝર્સે તેને દેશભક્તિનું પ્રતીક ગણાવ્યું છે. લાલ કિલ્લાની આ પરેડે ફરી એકવાર સાબિત કર્યું કે, ભારતનું ગૌરવ ફક્ત તેની સેના કે નેતાઓમાં જ નહીં, પરંતુ દરેક નાના-મોટા જીવોમાં રહે છે. અજાણતાં પરેડનો ભાગ બનેલી આ ખિસકોલીએ હવે દરેક ભારતીયના હૃદયમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. અને તેને જોનારા તમામને આનંદિત કરી મુક્યા છે.

Advertisement

આ પણ વાંચો ----આજથી રૂપિયા 3 હજારમાં મેળવો વાર્ષિક FASTag, 200 વખત પસાર થવાશે

Tags :
Advertisement

.

×