ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IndiGo સંકટ વચ્ચે એરલાઈન્સ કંપનીઓને રાહત, DGCA એ પરત ખેંચ્યો આદેશ

DGCA ના પાયલટ અને ક્રૂ સ્ટાફના આરામના નવા નિયમોના લીધે એરલાઈન્સ ઈન્ડિગો (Airlines Indigo) ની અનેક ફ્લાઈટ રદ થઈ છે. ફ્લાઈટ રદ થવાથી દેશભરમાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. યાત્રીઓની સમસ્યાઓને જોઈને DGCA એ ‘સાપ્તાહિક અવકાશ’ સંબંધી નિર્દેશ પરત ખેંચી લીધો છે. આ નિર્ણયના લીધે વિમાની સેવાની સમસ્યાઓ હળવી થશે તેવી સંભાવના છે
03:59 PM Dec 05, 2025 IST | Laxmi Parmar
DGCA ના પાયલટ અને ક્રૂ સ્ટાફના આરામના નવા નિયમોના લીધે એરલાઈન્સ ઈન્ડિગો (Airlines Indigo) ની અનેક ફ્લાઈટ રદ થઈ છે. ફ્લાઈટ રદ થવાથી દેશભરમાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. યાત્રીઓની સમસ્યાઓને જોઈને DGCA એ ‘સાપ્તાહિક અવકાશ’ સંબંધી નિર્દેશ પરત ખેંચી લીધો છે. આ નિર્ણયના લીધે વિમાની સેવાની સમસ્યાઓ હળવી થશે તેવી સંભાવના છે
FLIGHTS CRISIS AND_GUJARAT_FIRST

IndiGo ની તમામ ફ્લાઈટ એક પછી એક રદ થઈ રહી છે. જેના લીધે દેશભરમાં હવાઈ સેવા ખોરંભે ચઢી છે. ભારતભરમાં ઠેર ઠેર એરપોર્ટ પર હજારો મુસાફરો ઈન્ડિગો ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે યાત્રીઓની મુશ્કેલીને હળવી કરવા માટે DGCA એટલે કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એરલાઈન્સ કંપનીઓને મોટી રાહત આપી છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયએ તાત્કાલિક અસરથી પોતાનો આદેશ પરત ખેંચી લીધો છે. સાપ્તાહિક અવકાશ સંબંધી આદેશ પરત ખેંચાતા એરકંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

DGCA એ અગાઉ કરેલો આદેશ પરત ખેંચ્યો

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે નોટિસ બહાર પાડી છે. જેમાં મુસાફરોની સમસ્યાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નોટિસમાં મુસાફરોની સમસ્યા હળવી કરવાના આશય સાથે પોતાના નિર્ણયને પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો- કોણ છે 'સિલૉવિકી સર્કલ'? જેમના ઈશારા પર પુતિન લે છે રશિયાના મોટા નિર્ણય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શરૂ કર્યો કંટ્રોલરૂમ

ફ્લાઈટ સેવા ખોરવાયા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય હરકતમાં આવ્યું છે. સ્થિતિ પર નજર રાખવા માટે 011-24610843, 011-24693963, 096503-91859 નંબર સાથે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે મુસાફરો અને હવાઈની સ્થિતિ પર સતત નજર રાખશે. અને જલદી જ સ્થિતિ કાબૂમાં આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે.

શું હતો  DGCA એ કરેલો સાપ્તાહિક અવકાશ નિર્ણય?

આપને જણાવી દઈએ કે, DGCA એ તમામ એરલાઈન્સ (Airlines)ને નિર્દેશ આપ્યો હતો. જે મુજબ ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ (Crew members) ને એક સપ્તાહમાં વધુમાં વધુ આરામ કરવાનો સમય નિર્ધારિત કરવાની સૂચના આપવામાં આવી હતી. અગાઉ પાયલટ (Pilot) અને ક્રૂ મેમ્બર્સની નાઈટ શિફ્ટ 6 દિવસની હતી. આદેશ પછી રાત્રી શિફ્ટ ઘટાડીને 2 દિવસ કરવામાં આવી હતી. આદેશ હતો કે, સ્ટાફને દિવસના 8 કલાક અને અઠવાડિયાના 35 કલાક સુધી જ કામ આપવામાં આવે. દર મહિને 125 અને વર્ષે એક હજાર કલાકથી વધુ કામનું ભારણ ન આપવું. નિયમોની કડક અમલવારી માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ફેરફારના લીધે ક્રૂ મેમ્બર્સ સમયસર ફરજ પર ના પહોંચી શક્યા. અને આ જ કારણથી ફ્લાઈટ સેવા પર માઠી અસર પડવા લાગી હતી.

આદેશના લીધે IndiGo ની ફ્લાઈટ્સ કેન્સલ થઈ!

DGCAના આદેશ પછી પાયલટ અને ક્રૂ મેમ્બર્સની શિફ્ટના લીધે અવ્યવસ્થા ઉભી થઈ. સૌથી વધુ પ્રભાવ ઈન્ડિગો (IndiGo) એરલાઈન્સ પર પડ્યો હતો. છેલ્લા 4 દિવસમાં ઈન્ડિગોની એક હજારથી વધુ ફ્લાઈટ્સ (Flights) કેન્સલ કરવામાં આવી હતી. એટલું જ નહીં મોટાભાગની ફ્લાઈટ્સ મોડી પડવા લાગી હતી. આ સમસ્યાના લીધે મુસાફોને એરપોર્ટ પર કલાકો વિતાવવાની ફરજ પડી. કલાકોની રાહ જોયા પછી ફ્લાઈટ રદ કરવામાં આવી હોવાની મુસાફરોને જાણ કરવામાં આવતી હતી. આમ દેશભરમાં હવાઈ સેવા જાણે અટકી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો- SMAT: હાર્દિકે આઉટ કરનાર બિશ્નોઈને ગળે કેમ લગાવ્યો? જૂઓ Viral Video

Tags :
crew membersDGCAGUJARAT FIRST NEWSIndigo AirlinesPayal
Next Article