Republic Day 2025 : બંધારણના અમલ માટે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો?
- પ્રજાસત્તાક દિવસ આપણા દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ
- ભારતનું બંધારણ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં તૈયાર થયુ
- પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પરેડ યોજવામાં આવે છે
Republic Day 2025 : ભારતમાં 26 જાન્યુઆરીએ ઉજવાતો પ્રજાસત્તાક દિવસ આપણા દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ આપણા દેશના બંધારણના અમલીકરણ અને ભારતને સ્વતંત્ર, લોકશાહી પ્રજાસત્તાક ગણરાજ્ય તરીકે જાહેર કરાયાનો દિવસ પણ છે. પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પરેડ યોજવામાં આવે છે, રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે અને વિવિધ રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવે છે. ભારતનું બંધારણ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં બનીને 26 નવેમ્બર 1949 ના રોજ તૈયાર થઇ ગયું હતું, પરંતુ તેને લાગુ કરવા માટે ફરીથી 26 જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી? ચાલો જાણીએ આ તારીખ પાછળની વાર્તા અને તેની પાછળનો ઇતિહાસ શું છે?
26 જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્વ:
1930માં 26 જાન્યુઆરીના રોજ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 'પૂર્ણ સ્વરાજ'ની માંગણી કરી અને તેની ઘોષણા કરી હતી. 26 જાન્યુઆરીના રોજ બંધારણ જાહેર કરીને, ભારતે બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા માટેનો સંઘર્ષ પૂર્ણ કર્યો અને એક નવા યુગની શરૂઆત કરી હતી. આ દિવસ પસંદ કરીને, દેશે 1930 ના પૂર્ણ સ્વરાજ દિવસને પણ યાદ કર્યો હતો.
પ્રજાસત્તાક દિવસનું મહત્વ:
પ્રજાસત્તાક દિવસ એ ભારતના લોકશાહીનો ઉત્સવ છે. આ દિવસે આપણે યાદ કરીએ છીએ કે આપણે બધા સમાન છીએ અને દેશના શાસનમાં પણ આપણો હિસ્સો છે. આ દિવસ દેશની અનેક જાતિઓ, સંસ્કૃતિઓ અને ધર્મોને એક સાથે આવવાની તક આપે છે. પ્રજાસત્તાક દિવસ આપણને આપણા બંધારણના મહત્વની યાદ અપાવે છે, જે આપણી શક્તિઓ અને અખંડિતતાને વ્યાખ્યાયિત કરે છે.
આ પણ વાંચો: Republic Day: આજે દિલ્હીમાં જમીનથી આકાશ સુધી જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા


