Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI : બેંકોમાં સાયબર ફ્રોડ અટકાવવા RBI દ્વારા FRI સિસ્ટમ લાગુ કરવા તાકીદ

RBI : નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ, DoT ના ચક્ષુ પ્લેટફોર્મ અને બેંકોમાંથી મળેલી માહિતીના આધારે મોબાઇલ નંબરોને વર્ગીકૃત કરે છે
rbi   બેંકોમાં સાયબર ફ્રોડ અટકાવવા rbi દ્વારા fri સિસ્ટમ લાગુ કરવા તાકીદ
Advertisement
  • સાયબર ઠગાઇનું જોખમ ઘટાડવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બેંકોને ઉદ્દેશીને નોટિફિકેશન
  • ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્સ ઇન્ડિકેટર સિસ્ટમ લાગુ કરવા પર ભાર મુક્યો
  • ડિસ્કનેક્ટ થયેલા મોબાઇલ નંબરોની રદ કરવાની યાદી પણ બેંકો સાથે શેર કરાય છે

RBI : તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કર્યો છે, જેનું ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં તમામ શિડ્યુલ્ડ વાણિજ્યિક બેંકો, નાની નાણાકીય બેંકો અને સહકારી બેંકોને DoT દ્વારા વિકસિત નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક (FINANCIAL FRAUD RISK INDICATOR) ને તેમની સિસ્ટમમાં એકીકૃત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પગલું સાયબરથી થતી નાણાંકીય છેતરપિંડી અટકાવવા અને ડિજિટલ અર્થતંત્રમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

FRI નો અર્થ શું છે ?

મે 2025 માં DoT ના ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (DIU) દ્વારા શરૂ કરાયેલ ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર (FRI) એક જોખમ-આધારિત વ્યવસ્થા છે. જે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ, DoT ના ચક્ષુ પ્લેટફોર્મ અને બેંકોમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે મોબાઇલ નંબરોને અલગ અલગ કેટેગરીમાં જોખમીપણાને વર્ગીકૃત કરે છે. આ API ટૂલ આધારિત સિસ્ટમ દ્વારા બેંકો અને DoTના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) વચ્ચે રીઅલ-ટાઇમ ડેટા એક્સચેન્જને કરી શકાય છે.

Advertisement

તે કેવી રીતે કામ કરશે ?

FRI ના એકીકરણથી બેંકો શંકાસ્પદ વ્યવહારોને તાત્કાલિક નકારી શકે છે, સાથે જ ગ્રાહકોને ચેતવણી આપી શકે છે, અથવા મોટા જોખમવાળા વ્યવહારોમાં અટકાવવા જેવા નિવારક પગલાં લઈ શકે છે. એટલું જ નહીં, DoTનું DIU સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા ડિસ્કનેક્ટ થયેલા મોબાઇલ નંબરોની રદ કરવાની યાદી પણ બેંકો સાથે શેર કરે છે, જે છેતરપિંડી રોકવામાં મદદ કરે છે.

Advertisement

મોટી સંસ્થાઓએ FRI અપનાવ્યું છે

આ સિસ્ટમનો ઉપયોગ ફોનપે, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પેટીએમ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક જેવી મોટી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. UPI ના બહોળા ઉપયોગને ધ્યાનમાં રાખીને, FRI ના વ્યાપક અમલીકરણથી લાખો યુઝર્સને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવાની અપેક્ષા છે.

ડિજિટલ ઇન્ડિયાને મજબૂત બનાવવું

DoT એ FRI જેવા ટેકનોલોજીકલ દ્વારા બેંકો અને નાણાકીય સંસ્થાઓને ટેકો આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ પગલું સરકારના ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત બેસે છે, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ વિશ્વાસ વધારવા, છેતરપિંડી પકડી પાડવા અને નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. આ પહેલ મુખ્ય એજન્સીઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે અને ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવશે.

આ પણ વાંચો ---- Gujarat માં રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર થયો, દેશનું 3જુ રાજ્ય બન્યું

Tags :
Advertisement

.

×