Jamnagar : છ સોસાયટીને જોડતો રોડ રીપેર કરવા રહીશોની માંગ
- જામનગરમાં શહેરમાં રસ્તાઓના હાલ બેહાલ
- ઓછા વરસાદમાં જ રસ્તાઓની ખસ્તા હાલત
- તિરુપતિ સોસાયટીના રહીશોએ રોષ ઠાલવ્યો
જામનગરમાં ઓછા વરસાદમાં સોસાયટીઓના રસ્તાઓની હાલત ખરાબ થવા પામી હતી. તિરૂપતી સોસાયટીવાસીઓએ વધુ એક વર્ષે રોષ ઠાલવ્યો હતો. ગત વર્ષે માટી પુરાણ કરી કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવ્યું હતું.
છ સોસાયટીના રોડને રીપેર કરવામાં આવેઃ કૈલાશ વ્યાસ
જામનગરનાં વોર્ડ નં. 6 માં આવેલ તિરૂપતી સોસાયટીમાં રહેતા કૈલાશ વ્યાસે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી ફરિયાદ કરેલી છે. ઘણી બધી તકલીફો પડે છે. તો સરકારને વિનંતી છે કે અમારો વહેલી તકે આ રોડ બનાવી દે. ગયા વર્ષે માટી અને માચણ કરી કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવ્યું હતું. છ સોસાયટીને જોડતા રોડને રીપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે. કાદવ- કીચડ અને ઉબડ ખાબડ રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલી પડી રહ્યું છે.
આ પણ વાંચોઃ Junagadh : કેશોદ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ, ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને GST નો વિરોધ
સૌથી વધુ કાલાવડ તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઈંચ થી સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગર શહેર, ધ્રોલ અને જામજોધપુર તાલુકા મથકે દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જોડિયામાં બે ઈંચથી વધુ વરસાદથી તાલુકા મથક ફરી પાણી પાણી થયો હતો. જ્યારે લાલપુર તાલુકા મથકે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચોઃ Gandhinagar : નભોઈ કેનાલમાં કાર ખાબકી, યુવક, યુવતી સહિત ત્રણના મોત, ત્રીજો મૃતદેહ મળી આવ્યો


