સુખબીર બાદલ પર ગોળી ચલાવનારાનું સન્માન કરો, કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન
- શિરોમણી અકાલી દળ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
- અકાલ તખ્તની બહાર જે ઘટના બની તે નિંદનીય બાબત
- સુખબીરસિંહ બાદલ પ્રત્યે નરમી અંગે પણ સવાલ ઉઠ્યા
નવી દિલ્હી : શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાંદલની ઉપર હુમલા અંગે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુના નિવેદન પર હોબાળો મચી ગયો છે. તેમણે કહ્યું કે, શિરોમણી અકાલી દળના સુખબીર બાદલ પર ગોળી ચલાવનારા નારાયણ સિંહ ચૌડાને સન્માનીત કરવા જોઇએ. સુખબીર બાદલે પોતે બેઅદબીની વાત સ્વીકાર કરી હતી. તે અંગે ચૌડાએ ભાવુકથઇને સુખબીર બાદલ પર ગોળી ચલાવી. બિટ્ટુએ જથ્થેદાર સાહિબોને અપીલ કરી કે તેઓ ભાવુક થઇને સુખબીર બાદલ પર ગોળી ચલાવી. બિટ્ટુએ જથ્થેદાર સાહિબોને અપીલ કરી કે તેઓ અકાલ તખ્ત પાસે બનેલા મ્યુઝીયમમાં નારાયણ સિંહ ચૌડાની તસ્વીરો લગાવો.અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતસરમાં સ્વર્ણ મંદિરની બહાર ધાર્મિક સજા ભોગવવા દરમિયાન વાદળ પર હુમલો થયો હતો.
આ પણ વાંચો : Iltija Mufti એ મુસ્લિમ સાથે થયેલા અત્યાર મામલે હિન્દુત્વ પર કર્યો કટાક્ષ
અકાલ તખ્તની ઘટના બહાર આવી તે નિંદનીય
કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે, અકાલ તખ્તની બહાર જે ઘટના થઇ તે નિંદનીય છે પરંતુ નારાયણ સિંહ ચૌડાની બાદલ સાથે કોઇ અંગત દુશ્મની નહોતી. તેમણે ભાવુક થઇને તેમના પર નિશાન સાધ્યું હતું. આ ગોળી સુખબીર બાદલને નહીં પરંતુ દરબાર સાહિબની એક દીવાર પર લાગી. જ્યારે નારાયણ સિંહને માહિતી મળી કે સુખબીર બાદલે બેઅદબની વાત સ્વીકાર કરી છે તો તેમને ભાવુક થઇને ગોળી ચલાવી દીધી. શ્રીગુરૂગ્રંથ સાહિબમાં આસ્થા રાખનારા માટે તેનાથી વધારે કંઇ જ નથી. બિટ્ટુએ કહ્યું ક, નારાયણસિંહ ચૌડા દેશરત્ન છે. હવે અકાલી દળને મળીને નારાયણ સિંહનું સન્માન કરવું જોઇએ. આ હુમલાનું આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સાથે કોઇ જ લેવા દેવા નથી.
અકાલી દળ રાજોઅનાને ગાળ લાગી શકે છે તો...
રવનીત બિટ્ટુએ અકાલી દળ પર વ્યંગ કરતા કહ્યું કે, જે પ્રકારે બિક્રમસિંહ મજીઠિયા બેઅંત સિંહના હત્યારાઓને ગળે લગાવી ચુક્યા છે, તે જ પ્રકારે હવે નારાયણ સિંહ ચૌડાને પણ ગળે લગાવી લેવા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, નારાયણ સિંહે ગુરૂની ભાવનાથી સુખબીર પર ગોળી ચલાવી છે. તેવામાં તેમની વિરુદ્ધ અનેક કેસ દાખલ ન કરવામાં આવવા જોઇએ. સાથે જ જો કોઇ કેસ દાખલ પણ હોય તો એસજીપીસીને મામલાનો તમામ ખર્ચ ઉઠાવીને ચૌડાને મુક્ત કરાવવા જોઇએ. સાથે જ કોઇ કેસ દાખલ પણ છે તો એસજીપીસીને આ મામલે તમામ ખર્ચ ઉઠાવીને ચૌડાને મુક્ત કરાવવો જોઇએ.
આ પણ વાંચો : 101 કિસાન દિલ્હી કૂચ માટે તૈયાર, Shambhu border પર ચાંપતો બંદોબસ્ત
અકાલી દળ રાજકીય રંગમાં રંગાઇ રહ્યાનો દાવો
સુખબીરબાદલ અને એસજીપીસી અધ્યક્ષ હરજિંદર સિંહ ધામીને નારાયણ સિંહ માટે કોઇ મોટો વકીલ કરાવવો જોઇએ. રવનીત બિટ્ટુએ કહ્યું કે, પંજાબના પૂર્વ સીએમ બેઅંત સિંહ બિટ્ટુના દાદાને મારવામાં આવ્યા હતા, ત્યારે અકાલી દળ કહેતું હતું કે બલવંત રાજોઆનાએ ઇમોશનમાં આવી બેઅંત સિંહને માર્યા. હવેઆપણે તેમ પણ કહીએ છી કે અકાલી દળ જો બલવંત રાજોઆનાને ગળે લગાવી શકે છે,તો હજી પણ મોટુ દિલ દેખાડો, નારાયણ સિંહ ચૌડા કોમના જ હીરો છે. તેમને સન્માનિત કરવા જોઇએ. જેલમાં તેમને ફ્રૂટ્સ આપવામાં આવે, કારણ કે તેમને પણ ઇમોશનમાં આવીને સુખબીર બાદલ પર ગોળી ચલાવી હતી, નારાયણ સિંહ ચૌડાએ ગુરૂની બેઅદબી કરનાર વ્યક્તિ પર ગોળી ચલાવી હતી.
ચૌડાને બંદી શીખો સાથે કઇ રીતે જોડી રહ્યા બિટ્ટુ: અકાલી દળ
કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂના સુખબીર બાદલ પર હુમલો કરનારા નારાયણ સિંહ ચૌડાને સન્માનિત કરનારા નિવેદન પર અકાલી દળે વળતો હુમલો કર્યો છે. શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા દલજીતસિંહ ચીમાએ કહ્યું કે, નારાયણ સિંહ ચૌડાએ દરબાર સાહિબ પર હુમલો કર્યો છે. ચૌડા અનેક બિનકાયદેસર ગતિવિધિઓનો આરોપી છે. બિટ્ટુ જો પોતાના રૂમમાં ચૌડાની તસ્વીર લગાવે. ચૌડાને બંધી શીખો સાથે કઇ રીતે જોડી શકાય. બંદી શીખ પોતાની સજા પુરી કરી ચુક્યા છે. ચીમાએ કહ્યું કે, જ્યારે બંદી સિંહોની મુક્તીની વાત આવે છે તો રવનીત બિટ્ટૂ વડાપ્રધાનના ચરણોમાં જઇને બેસી જાય છે. તેઓ કહે છે કે, તેમણે તેમના દાદાને માર્યા હતા, તેમને મુક્ત કરવામાં આવે તો તેમની સાથે અન્યાય થશે.
આ પણ વાંચો : સિગારેટ અને તમાકુના વ્યસની છો? તો આ સમાચાર તમારા માટે જ


