RICH INDIANS ને આકર્ષવા ગ્લોબલ ઇમિગ્રેશન કંપનીઓના ધામા, રોકાણ માટે અપાય છે મોટી ઓફર
- ભારતીયોનો વિદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો
- આ તકને ઝડપવા ગ્લોબલ ઇમિગ્રેશન કંપનીઓના ભારતમાં ધામા
- રોકાણ સાથે સ્થાયી થવાની તક, અને અન્ય દેશોમાં પ્રવેશના રસ્તા પણ ખુલે છે
RICH INDIANS : ભારતના ધનિક લોકોમાં (RICH INDIAN) વિદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો (FOREIGN FLY CRAZE) છે. જેથી દર વર્ષે હજારો અમીર લોકો ભારત છોડીને વિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. વિદેશમાં સ્થાયી થવાનો રસ જોઈને, ઇમિગ્રેશન કંપનીઓ ભારતીયો માટે નવી ઓફરો લઈને આવી રહી છે. કંપનીઓ દર મહિને 5 થી 10 લાખ રૂપિયા કમાતા લોકો માટે પણ આકર્ષક ઑફર્સ લાવી રહી છે. જો તમે દર મહિને 5 થી 10 લાખ રૂપિયા કમાઓ છો, અથવા સ્ટાર્ટઅપ કે હોટેલમાં થોડા હજાર ડોલરનું રોકાણ કરી શકો છો, અથવા ફક્ત એક એપાર્ટમેન્ટ ખરીદી શકો છો, તો વૈશ્વિક ઇમિગ્રેશન કંપની તમને ઘણા દેશોમાં સ્થાયી કરાવી શકે છે. આમાં ફ્રાન્સ અને ઇટાલીથી લઈને ઇજિપ્ત અને ગ્રેનાડા સુધીના વિકલ્પો આપવામાં આવે છે.
4000 થી વધુ અરજીઓ મળી છે
ગ્લોબલ ઇમિગ્રેશન કંપની (GLOBAL IMMIGRATION COMPANY) ના સ્થાપક એન્ડ્રુ બોઇકોએ જણાવ્યું હતું કે લોકોની પસંદગી સ્પષ્ટ છે. ઉદાહરણ તરીકે તમે ગુરુગ્રામમાં એક એપાર્ટમેન્ટ ખરીદી કરો તો તે તમને ઇટાલીમાં રહેવાની મંજૂરી અપાવઈ શકશે નહીં. પરંતુ જો તમે સમાન કિંમતે ઇટાલીમાં એપાર્ટમેન્ટ ખરીદો છો, તો તમે ત્યાં અથવા યુરોપમાં ગમે ત્યાં રહી શકો છો, અને બીજા ઘણા દેશોમાં સરળતાથી પહોંચી શકો છો. બોઇકોએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીને માત્ર ત્રણ મહિનામાં ભારત તરફથી 4,000 થી વધુ અરજીઓ મળી છે અને ભારતીયો માટે સૌથી વધુ પસંદગીના દેશોમાં ફ્રાન્સ, ઇટાલી, ઇજિપ્ત અને ગ્રેનાડાનો સમાવેશ થાય છે.
ભારતીયો પણ રોકાણ પર વળતર ઇચ્છે છે
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતીયો ખૂબ જ વ્યવહારુ છે. તેઓ કોઈપણ લાભ વિના દાન આપવા માંગતા નથી (કેટલાક દેશો નાગરિકતા અથવા રહેઠાણના બદલામાં દાન માંગે છે) કારણ કે તેઓ તેમના પૈસા પરત ઇચ્છે છે. તેઓ તેમના રોકાણ પર વળતર પણ ઇચ્છે છે. આ તે જગ્યા છે, જ્યાં વિદેશમાં સ્થાયી થવા માંગતા ભારતીયો નાણાકીય સ્વતંત્રતા અને રોકાણ જેવા વિકલ્પોને પસંદ કરી રહ્યા છે. નાણાકીય સ્વતંત્રતા કાર્યક્રમ હેઠળ, વ્યક્તિએ દેશમાં રહેઠાણ મેળવવા માટે ચોક્કસ મર્યાદાથી ઉપર સ્થિર આવક દર્શાવવી પડે છે, અને ચોક્કસ વર્ષો પછી, યોગ્ય નિયમો અને શરતોને આધીન, તે નાગરિકત્વમાં રૂપાંતરિત થાય છે.
આ પણ વાંચો --- 5 દિવસમાં ₹13,000 કરોડની કમાણી: રિલાયન્સ-TCSને પાછળ છોડી SBIએ બતાવ્યો દમ


