Rohit Sharma: શું ગાબામાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો હીરો બનશે?
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ગાબા રમાશે
- બે મેચમાં રોહિત શર્મા બેટીંગમાં નિષ્ફળ રહ્યા
- રોહિત પાસે સેહવાગને આ રેકોર્ડ તોડી શકે છે
India vs Australia: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાની દાવેદારી જાળવી રાખવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે. આ મેચમાં બધાની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)પર રહેશે જે લાંબા સમયથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પણ તેનું બેટ શાંત રહ્યું, જ્યાં તે પ્રથમ દાવમાં માત્ર ત્રણ રન અને બીજી ઇનિંગમાં માત્ર છ રન જ બનાવી શક્યો. મેચ સમાપ્ત થયા બાદ અન્ય ભારતીય બેટ્સમેનોની જેમ તેની પણ ભારે ટીકા થઈ હતી
ગાબામાં રોહિતનો શર્માનો રેકોર્ડ
માત્ર તેની બેટિંગ જ નહીં, તેની કેપ્ટનશિપ પણ તેના રક્ષણાત્મક અભિગમને કારણે પ્રશ્નમાં આવી. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા રોહિત માટે બ્રિસબેનના ગાબા મેદાન પર બેટિંગ કરવી આસાન નહીં હોય. રોહિતે આ મેદાન પર અત્યાર સુધી બે મેચ રમી છે, જેમાં તેણે 20.75ની સાધારણ એવરેજથી માત્ર 83 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઈ સ્કોર 44 રન છે. જો જોવામાં આવે તો રોહિત આ મેદાન પર અત્યાર સુધી એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.
રોહિતનો ખરાબ તબક્કો ચાલુ છે
માત્ર બોર્ડર-ગાવસ્કર શ્રેણી જ નહીં, રોહિતનું ખરાબ ફોર્મ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ચાલુ છે. તેના ખરાબ ફોર્મનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે છેલ્લી 12 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ માત્ર 11.83 રહી છે અને તેના બેટમાંથી માત્ર 142 રન જ આવ્યા છે.
આ પણ વાંચો -Yuvraj Singh Birthday: બે વર્લ્ડ કપનો હીરો, 43 વર્ષની ઉંમરે બન્યો ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર!
રોહિત પાસે સેહવાગને હરાવવાની તક છે
જો રોહિત ગાબામાં 3 સિક્સર ફટકારવામાં સફળ થાય છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવશે. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 88 સિક્સર ફટકારી છે જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના નામે 90 સિક્સર છે.
આ પણ વાંચો -Syed Mushtaq Ali Trophy : બે ભારતીય ક્રિકેટરો વચ્ચે થઇ જબરદસ્ત બબાલ, જુઓ Video
રોહિત ગાબામાં કઈ પોઝિશન રમશે?
એડિલેડમાં ઓપનિંગ કરવાને બદલે છઠ્ઠા નંબર પર બેટિંગ કરનાર રોહિત ગાબામાં એ જ સ્થિતિમાં રમતા જોવા મળી શકે છે. કારણ કે ભારતીય કેપ્ટન ફરી એકવાર ઓપનિંગમાં કેએલ રાહુલને અજમાવવા માંગે છે. પર્થમાં રાહુલ અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીની ભાગીદારીના આધારે ભારતે મજબૂત કાંગારૂ ટીમને 295 રનથી હરાવ્યું હતું. જો કે, આ જોડી એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં સમાન પરાક્રમનું પુનરાવર્તન કરી શકી ન હતી, જેમાં ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.