Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RUSSIA નો UKRAINE પર મોટો હુમલો, 30 ક્રુઝ મિસાઇલ અને 300 ડ્રોન છોડ્યા

RUSSIA - UKRAINE WAR : કિવને દેખીતી રીતે કોઈ ઉતાવળ નથી. કિવ સ્પષ્ટપણે સમય લઈ રહ્યું છે. અમે પ્રસ્તાવોની રાહ જોઈ રહ્યા છીએ
russia નો ukraine પર મોટો હુમલો  30 ક્રુઝ મિસાઇલ અને 300 ડ્રોન છોડ્યા
Advertisement
  • રશિયાએ યુક્રેન પર મોટો પ્રહાર કર્યો
  • એક જ રાતમાં 30 થી વધુ ક્રુઝ મિસાઇલો અને 300 થી વધુ ડ્રોન છોડ્યા
  • બંને દેશ વચ્ચે ચાલતી વાટાઘાટો વચ્ચે આંકચાજનક કિસ્સો સામે આવ્યો

RUSSIA - UKRAINE WAR : રશિયન સંરક્ષણ મંત્રાલયે (RUSSIAN DEFENCE MINISTRY) દાવો કર્યો છે કે, રશિયન સેનાએ (RUSSIAN ARMY) શનિવારે મોડી રાત્રે યુક્રેનિયન (UKRAINE UNDER ATTACK) લશ્કરી સ્થાપનો પર મોટો હુમલો કર્યો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હુમલામાં હવાઈ, જમીન અને દરિયાઈ શસ્ત્રો તેમજ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને બધા જ નિર્ધારિત લક્ષ્યોને ત્રાટકવામાં આવ્યા હતા.

એક વ્યક્તિનું મોત થયું અને છ ઘાયલ

ન્યૂઝ એજન્સી અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, રશિયાએ રાતોરાત 300 થી વધુ ડ્રોન અને 30 થી વધુ ક્રુઝ મિસાઇલો છોડ્યા, જેમાં ઓડેસામાં એક વ્યક્તિનું મોત થયું અને છ ઘાયલ થયા છે.

Advertisement

13 ડ્રોનને અટકાવવામાં આવ્યા

રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, તેમના દળોએ રાતોરાત 71 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે, રાજધાની તરફ આગળ વધતા 13 ડ્રોનને અટકાવવામાં આવ્યા હતા. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, રશિયા યુક્રેન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે, પરંતુ કિવને દેખીતી રીતે કોઈ ઉતાવળ નથી. કિવ સ્પષ્ટપણે સમય લઈ રહ્યું છે. અમે હજુ પણ સમયરેખા અંગેના પ્રસ્તાવોની રાહ જોઈ રહ્યા છીએ. રશિયન પક્ષ સંવાદ ચાલુ રાખવા અને ત્રીજા રાઉન્ડની વાટાઘાટો કરવા માટે તૈયાર છે.

Advertisement

રશિયા યુક્રેન સાથે સીધી વાતચીત ચાલુ રાખશે

દરમિયાન, રશિયન અખબાર સાથે વાત કરતા, દેશના નાયબ વિદેશ પ્રધાન મિખાઇલ ગાલુઝિને કહ્યું કે રશિયા યુક્રેન સાથે સીધી વાતચીત ચાલુ રાખશે. "રશિયન-યુક્રેનિયન સીધી વાતચીત ચાલુ રહેશે તે અંગે સંમતિ સધાઈ હતી," ઇસ્તંબુલમાં છેલ્લી બે બેઠકોમાં ભાગ લેનારા ગાલુઝિને કહ્યું. રશિયન સંરક્ષણ મંત્રાલયના ડેટા અનુસાર, યુક્રેનિયન લશ્કરી એકમોએ છેલ્લા દિવસમાં સ્પેશિયલ ઓપરેશન વિસ્તારમાં 1,195 થી વધુ સૈનિકો ગુમાવ્યા છે.

આ પણ વાંચો ---- Operation Sindoor : ભારતે પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોના મુખ્ય મથક કિરાના હિલ્સને પણ ટાર્ગેટ કરી હતી, ચોંકાવનારો દાવો

Tags :
Advertisement

.

×