Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RUSSIA UKRAINE WAR : કીવમાં મધરાત્રે ભયાનક હવાઇ હુમલો, અનેક ઇમારત કાટમાળમાં ફેરવાઇ

RUSSIA UKRAINE WAR : કીવ નજીકના દસ જેટલા સ્થળોએ પણ આવા હુમલાઓ થયા છે. જેમાં ઘણાં ઘરો, વાહનો અને શાળાને નુકસાન થયું છે.
russia ukraine war   કીવમાં મધરાત્રે ભયાનક હવાઇ હુમલો  અનેક ઇમારત કાટમાળમાં ફેરવાઇ
Advertisement
  • રશિયા - યુક્રેન વચ્ચે શાંતિવાર્તા નિષ્ફળ
  • રશિયાએ કીવ પર મોટો હવાઇ હુમલો કર્યો
  • આ ઘટનામાં 6 ના મોત, અને અનેક ઇજાગ્રસ્ત થયાની માહિતી

RUSSIA UKRAINE WAR : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (RUSSIA UKRAINE WAR) અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ ન હતી. હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ (KYIV UNDER ATTACK) પર મોટો હવાઈ હુમલો કર્યો છે.

સોલોમિન્સ્કી જિલ્લામાં હવાઈ હુમલો કરાયો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ ન હતી. હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. રશિયન સેના દ્વારા કીવના સોલોમિન્સ્કી જિલ્લામાં ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કરાયો છે, જેના કારણે અનેક જગ્યાએ કાટમાળ ફેલાયો હતો. મીડિયા અહેવાલ મુજબ આ હુમલો ૩૦ જુલાઈની મધરાતે ડ્રોન દ્વારા કરાયો હતો, જેના કારણે અલગ-અલગ સ્થળોએ ભારે આગ લાગી હતી. જેમાં છ લોકોના મૃત્યું અને 50 થી વધુ ઘાયલ થયા હોવાની માહિતી છે.

Advertisement

દસ જેટલા સ્થળોએ હુમલાઓ થયા

કીવના સૈન્ય પ્રશાસનના વડા તૈમૂર તકાચેન્કોએ ટેલિગ્રામ પર લખ્યું હતું કે, "શત્રુ સતત હુમલા કરી રહ્યો છે. અમને સોલોમિન્સ્કી જિલ્લામાં પાંચ સ્થળોની માહિતી મળી છે. એક શૈક્ષણિક સંસ્થામાં આગ લાગી છે. કારો સળગી રહી છે. અને એક રહેણાંક ઈમારતના નવમાં માળ પર કાળમાળ પડ્યો છે." અહેવાલો મુજબ કીવ નજીકના દસ જેટલા સ્થળોએ પણ આવા હુમલાઓ થયા છે. જેમાં ઘણાં ઘરો, વાહનો અને એક શાળાને નુકસાન થયું છે.

Advertisement

ફ્રન્ટલાઇન યુનિટ્સ નબળી પડી

આ પહેલા, રશિયાએ મંગળવારે યુક્રેનના ચેર્નિહીવ સ્થિત એક સૈન્ય તાલીમ કેન્દ્ર પર મિસાઇલ હુમલો કર્યો હતો, જેમાં યુક્રેનના ત્રણ સૈનિકો મોતને ભેટ્યા અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. જો કે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં લગભગ 200 યુક્રેની સૈનિકો મોતને ભેટ્યા છે. યુક્રેન પાસે અંદાજે 10 લાખ સૈનિકો છે, પણ માનવસંસાધનમાં મોટી અછત જોવા મળે છે. ફરજ પરથી ગેરહાજર રહેવા જેવી સમસ્યાઓના કારણે ફ્રન્ટલાઇન યુનિટ્સ નબળી પડી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ચેતવણી આપી છે કે જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ ટૂંક સમયમાં પૂરૂં નહીં થાય, તો આગામી 10 દિવસમાં રશિયા પર નવો ટેરિફ લાદવામાં આવશે.

આ પણ વાંચો ---- અમેરિકાનું F-35 લડાકુ વિમાન થયું ક્રેશ! પાયલટનો આબાદ બચાવ

Tags :
Advertisement

.

×