UKRAINE ના પ્રધાનમંત્રી તરીકે YULIA SVYRYDENKO નિમાયા, યુદ્ધ વચ્ચે ઐતિહાસીક નિર્ણય
- રશિયા - યુક્રેન યુદ્ધનો હાલ નજીકમાં કોઇ અંત જણાતો નથી
- યુક્રેનને પ્રથમ વખત મહિલા પ્રધાનમંત્રીનું સુકાન સોંપાયુ
- રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપ્યું સમર્થન
YULIA SVYRYDENKO : રશિયા સાથે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે યુક્રેને (RUSSIA UKRAINE WAR) પોતાના નવા વડા પ્રધાનની પસંદગી કરી છે. બુધવારે યુક્રેનની સંસદ વર્ખોવના રાડામાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયમાં, યુલિયા સ્વિરિડેન્કોને દેશના નવા વડા પ્રધાન (UKRAINE PM - YULIA SVYRYDENKO) તરીકે ચૂંટવામાં આવ્યા. સંસદમાં થયેલા મતદાનમાં, 262 સાંસદોએ તેમના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 22 લોકોએ વિરોધ કર્યો અને 26 સભ્યો મતદાનથી દૂર રહ્યા. આમ યુલિયા બહુમતીથી યુક્રેનના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા.રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (PRESIDENT ZELENSKY) એ યુલિયાને સંપૂર્ણ ટેકો આપ્યો.
આંતરિક સ્થિરતા અને આર્થિક પુનર્નિર્માણ
યુલિયા સ્વિરિડેન્કોએ અગાઉ પ્રથમ નાયબ વડા પ્રધાન અને અર્થતંત્ર પ્રધાન તરીકે સેવા આપી હતી. હવે તે દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બનવા જઈ રહી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુક્રેન રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરિક સ્થિરતા અને આર્થિક પુનર્નિર્માણ તરફ નિર્ણાયક પગલાં લઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટેકો આપ્યો
સ્વિરિડેન્કોની ઉમેદવારીને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો સંપૂર્ણ ટેકો હતો. મતદાન પહેલાં રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, સ્વિરિડેન્કો પાસે આ મુશ્કેલ સમયમાં દેશને આગળ વધારવા માટે જરૂરી વહીવટી અનુભવ અને કટોકટી વ્યવસ્થાપન ક્ષમતાઓ છે.
સ્વિરિડેન્કોની પ્રાથમિકતાઓ શું છે
વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછીના પોતાના પહેલા ભાષણમાં, સ્વિરિડેન્કોએ કહ્યું, "યુક્રેન માટે આ ખૂબ જ સંવેદનશીલ અને નિર્ણાયક સમય છે. મારું લક્ષ્ય યુદ્ધ સમયની અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનું, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાનું અને પુનર્નિર્માણના પ્રયાસોને ઝડપી બનાવવાનું છે." તેમણે એ પણ ભાર મૂક્યો કે તેમની સરકાર યુરોપિયન યુનિયન અને નાટોમાં યુક્રેનના સભ્યપદ તરફ સુધારાઓને ઝડપી બનાવશે.
આ પણ વાંચો ---- Donald Trump અને Putin વચ્ચેની મિત્રતામાં આ મહિલાના કારણે મુકાયું પૂર્ણ વિરામ?


