Russian scientists ને મળી મોટી સફળતા, કોલોન કેન્સરની રસી બનાવી લીધી,સરકારની મંજૂરી બાદ બજારમાં આવશે!
- Russian scientists એ કોલોન કેન્સરની રસીની શોધ કરી છે
- આ રસીના પ્રારંભિક પરીક્ષણમાં સફળતા મળી છે
- આંતરડાના કેન્સરની સારવાર માટે એક નવી રસી બનાવી લીધી
Russian scientistsએ કોલોન કેન્સરની રસીની શોધ કરી છે. આ રસીના પ્રારંભિક પરીક્ષણમાં સફળતા મળી છે. રશિયન વૈજ્ઞાનિકોએ મોટા આંતરડાના કેન્સર (કોલોન કેન્સર)ની સારવાર માટે એક નવી રસી બનાવી લીધી છે.
રશિયન વૈજ્ઞાનિકોએ કોલોન કેન્સરની રસીની શોધ કરી છે. આ રસીના પ્રારંભિક પરીક્ષણમાં સફળતા મળી છે. રશિયન વૈજ્ઞાનિકોએ મોટા આંતરડાના કેન્સર (કોલોન કેન્સર)ની સારવાર માટે એક નવી રસી બનાવી લીધી છે, જે પ્રારંભિક પરીક્ષણોમાં સંપૂર્ણપણે સફળ રહી છે. રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (FMBA)ના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ આ વાત વ્લાદિવોસ્તોકમાં યોજાયેલા 10મા પૂર્વીય આર્થિક મંચ (EEF)માં કહી હતી. તેમણે કહ્યું કે આ રસી હવે ઉપયોગ માટે તૈયાર છે અને ફક્ત સરકારી મંજૂરીની રાહ જોવાઇ રહી છે
Russian vaccine for colon cancer ready to use: Report
Read @ANI Story l https://t.co/eKyd0SeU3d #Cancer #ColonCancer #CancerVaccine pic.twitter.com/2paq1kYHqX
— ANI Digital (@ani_digital) September 7, 2025
Russian scientists ને ઘણા વર્ષોના સંશોધન બાદ મળી સફળતા
વેરોનિકાએ વધુમાં જણાવ્યું કે આ રસી પર ઘણા વર્ષોથી સંશોધન ચાલી રહ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત પ્રારંભિક પરીક્ષણો જ કરવામાં આવ્યા, જેમાં રસી સંપૂર્ણપણે સલામત હોવાનું સાબિત થયું. આ રસી વારંવાર આપવામાં આવે તો પણ કોઈ નુકસાન નથી. આ ઉપરાંત, રસીએ ગાંઠનું કદ 60થી 80 ટકા સુધી ઘટાડી દીધું અને કેન્સરની વૃદ્ધિને ધીમી કરી. આનાથી દર્દીઓનું આયુષ્ય પણ વધ્યું છે.
Russian scientists ને મળી ભવ્ય સફળતા
આ રસી સૌથી પહેલા કોલોરેક્ટલ (મોટા આંતરડા) કેન્સરની સારવાર માટે વપરાશે. આ સિવાય વૈજ્ઞાનિકો મગજના કેન્સર (ગ્લિઓબ્લાસ્ટોમા) અને આંખના મેલાનોમા જેવા અન્ય કેન્સર માટે પણ રસીઓ પર કામ કરી રહ્યા છે, જે હાલમાં અદ્યતન તબક્કામાં છે.
Russian scientists ના મુતાબિક કેન્સરની રસી કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રસીઓ ચેપી રોગો, જેમ કે ઓરી કે ચિકનપોક્સ, સામે રક્ષણ આપે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વાયરસ કે બેક્ટેરિયા સામે લડવા તૈયાર કરે છે. પરંતુ કેન્સરની રસી શરીરને કેન્સરના કોષોને ઓળખીને નષ્ટ કરવામાં મદદ કરે છે. કેટલીક રસીઓ કેન્સરની સારવાર કરે છે, જ્યારે કેટલીક તેને રોકવામાં મદદ કરે છે. અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા મુજબ, હાલમાં પ્રોસ્ટેટ અને મૂત્રાશયના કેન્સર માટે રસીઓ ઉપલબ્ધ છે, પરંતુ કોલોન કેન્સર માટે આ રસી એક મોટી સફળતા છે.
ભારત અને વિશ્વ માટે આશાની કિરણ
કોલોન કેન્સર વિશ્વભરમાં ઝડપથી વધતું કેન્સર છે, અને ભારતમાં પણ તેના કેસો વધી રહ્યા છે. જો આ રસીને મંજૂરી મળે અને વ્યાપકપણે ઉપલબ્ધ થાય, તો તે લાખો લોકોના જીવ બચાવી શકે છે. આ જાહેરાત પૂર્વીય આર્થિક મંચમાં કરવામાં આવી, જ્યાં 75થી વધુ દેશોના 8,400થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ મંચમાં આરોગ્ય અને વિજ્ઞાન સહિતના વિષયો પર ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: Shigeru Ishiba resignation : જાપાનના PM શિગેરૂ ઇશિબાએ રાજીનામાની કરી જાહેરાત, જાણો કેમ લીધો આ નિર્ણય?


