Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SA vs AFG : અફઘાનિસ્તાનનું વર્લ્ડ કપ જીતનું સપનું રોળાયું, સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટથી હરાવ્યું

SA vs AFG : દક્ષિણ આફ્રિકાની ટીમે T20 World Cup 2024 ની સેમિ-ફાઇનલ-1માં અફઘાનિસ્તાન (Afghanistan) ને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે તેમણે ઈતિહાસ (History) પણ રચ્યો હતો. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે....
sa vs afg   અફઘાનિસ્તાનનું વર્લ્ડ કપ જીતનું સપનું રોળાયું  સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટથી હરાવ્યું
Advertisement

SA vs AFG : દક્ષિણ આફ્રિકાની ટીમે T20 World Cup 2024 ની સેમિ-ફાઇનલ-1માં અફઘાનિસ્તાન (Afghanistan) ને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે તેમણે ઈતિહાસ (History) પણ રચ્યો હતો. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ટીમ 1992 થી ODI અને 2007 થી T20 વર્લ્ડ કપ રમી રહી છે, પરંતુ દરેક વખતે તેને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડતો હતો, જેના કારણે તેને 'ચોકર્સ' તરીકે ટેગ કરવામાં આવે છે. પરંતુ હવે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને તે આ ટેગ હટાવવાની નજીક પહોંચી ગયું છે. 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ભારત અથવા ઈંગ્લેન્ડ વચ્ચે થશે.

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ

આજે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન (Sa vs AFG) વચ્ચે ત્રિનિદાદમાં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 9 વિકેટે જીતીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકા હવે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ સાઉથ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના 10 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નથી. દક્ષિણ આફ્રિકાએ 57 રનનો ટાર્ગેટ 8.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી ખૂબ જ ખતરનાક બોલિંગ જોવા મળી હતી. માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય રબાડા અને એનરિકે 2-2 વિકેટ લીધી હતી. આફ્રિકાના બોલરોએ પહેલી જ ઓવરથી વિકેટ લેવાનું શરૂ કરી દીધું હતું. અફઘાનિસ્તાનની આખી ટીમ માત્ર 11.5 ઓવરમાં જ સમેટાઈ ગઈ.

Advertisement

Advertisement

  • T-20 વર્લ્ડકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા
  • સેમિફાઈનલમાં 9 વિકેટથી હાર્યું અફઘાનિસ્તાન
  • 56 રનમાં ઓલઆઉટ થઈ હતી અફઘાન ટીમ
  • દક્ષિણ આફ્રિકાએ 1 વિકેટે બનાવ્યા 60 રન

દક્ષિણ આફ્રિકાએ ઇતિહાસ રચ્યો

દક્ષિણ આફ્રિકાએ આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આફ્રિકન ટીમ અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈપણ ICC વર્લ્ડ કપ (ODI-T20)ની ફાઈનલ રમી શકી નથી. તેની સાથે ચોકર્સ નામનો એક મોટો ડાઘ હતો. પણ આ ડાઘ પણ ભૂસી ગયો. આફ્રિકન ટીમ ઘણી વખત સેમિફાઈનલમાં પહોંચી હતી, આ પહેલા આફ્રિકન ટીમ 5 વખત (1992, 1999, 2007, 2015 અને 2023) ODI વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશી હતી. જ્યારે T20 વર્લ્ડ કપમાં તેણે બે વખત (2009, 2014) સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સૌથી ઓછો સ્કોર

મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો જોરદાર ફ્લોપ સાબિત થયા હતા અને ટીમ માટે કોઈ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. માત્ર અઝમતુલ્લા ઉમરઝાઈ જ બે આંકડા સુધી પહોંચી શક્યો હતો. તેણે મેચમાં 10 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝ, નૂર અહેમદ અને મોહમ્મદ નબી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ કારણે અફઘાન ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. બીજી તરફ અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આફ્રિકન ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 2 ODI અને 3 T20 મેચ (27 જૂનની મેચ સહિત) રમાઈ છે. દરેક વખતે આફ્રિકન ટીમ જીતી છે. આ વખતે પણ પ્રોટીઝ ટીમનો હાથ ઉપર હતો.

આ પણ વાંચો - CRICKET જગતમાં શોકનો માહોલ!આ દિગ્ગજ ખેલાડીના પુત્રનું નિધન

આ પણ વાંચો - Cricket :DLS મેથડના પિતા ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષ ઉંમરે થયું નિધન

Tags :
Advertisement

.

×