Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SA vs NZ : ખરેખર...દક્ષિણ આફ્રિકાની ટીમમાં ખેલાડીઓનો દુકાળ! મેચમાં કોચે કરી ફિલ્ડિંગ, Video વાઇરલ

દક્ષિણ આફ્રિકાનાં કોચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
sa vs nz   ખરેખર   દક્ષિણ આફ્રિકાની ટીમમાં ખેલાડીઓનો દુકાળ  મેચમાં કોચે કરી ફિલ્ડિંગ  video વાઇરલ
Advertisement
  1. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ODI મેચ વચ્ચે વિચિત્ર ઘટના! (SA vs NZ)
  2. મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાનાં ફિલ્ડિંગ કોચ મેદાનમાં આવ્યા
  3. ખેલાડીઓની અછત હોવાથી કોચ ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતર્યા
  4. પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહી છે ત્રિકોણીય શ્રેણી

SA vs NZ : પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલ ત્રિકોણીય શ્રેણી ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જો કે, આ મેચમાં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની આ મેચમાં દક્ષિણ આફ્રિકાની (South Africa) ટીમમાં ખેલાડીઓની અછત હોવા મળી હતી. કારણ કે, ટીમનાં કોચને મેદાનમાં ફિલ્ડિંગ કરવા માટે આવવું પડ્યું હતું. ચાહકોને આ વાતની જાણ થતાં જ દક્ષિણ આફ્રિકાનાં કોચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ લાહોર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ પણ વાંચો - Cricket News : ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ટીમ બધા પર પડશે ભારે... ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રીની આગાહી

Advertisement

કોચ વાન્ડિલે ગ્વાવુને મેચ દરમિયાન ફિલ્ડિંગ કરવાની ફરજ પડી

વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાનાં ફિલ્ડિંગ કોચ વાન્ડિલે ગ્વાવુ (Wandile Gwavu) ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની 37 મી ઓવરમાં મેદાન પર જોવા મળ્યા હતા. કોચ વાન્ડિલે ગ્વાવુને મેચ દરમિયાન ફિલ્ડિંગ કરવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં, વાન્ડિલે ગ્વાવુનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે. આ સાથે, એક મોટો પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે ટીમનાં કોચને ફિલ્ડિંગ માટે મેદાનમાં (SA vs NZ) આવવાની શું મજબૂરી હતી ?

Advertisement

આ પણ વાંચો - IND vs ENG:ત્રીજી વન-ડે પહેલા Jay Shahએ કરી મોટી જાહેરાત

દક્ષિણ આફ્રિકાનાં કોચને ફિલ્ડિંગ કેમ કરવી પડી ?

ત્રિકોણીય શ્રેણી માટે પાકિસ્તાન (Pakistan) આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ફક્ત 12 ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી. ટીમનાં ઘણા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા T20 લીગમાં વ્યસ્ત હતા. આવી સ્થિતિમાં, ઉપલબ્ધતાનાં અભાવે, દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 12 ખેલાડીઓ સાથે પાકિસ્તાન પહોંચી હતી, જેમાં 6 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે કોચ વાન્ડિલે ગ્વાવુને જરૂર પડ્યે ફિલ્ડિંગમાં આવવું પડ્યું હતું. માહિતી અનુસાર, હેનરી ક્લાસેન અને કેશવ મહારાજ જેવા ખેલાડીઓ બુધવારે પાકિસ્તાન સામેની મેચ માટે ટીમમાં જોડાશે. ઉપરાંત, બાકીનાં અન્ય ખેલાડીઓ પણ દક્ષિણ આફ્રિકાની ટીમમાં જોડાયા છે. આ ત્રિકોણીય શ્રેણી પછી, ટીમને પાકિસ્તાન દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીમાં (Champions Trophy 2025) ભાગ લેવાનો છે.

આ પણ વાંચો - Ravindra Jadeja:બીજી વનડેમાં જાડેજાનો વધુ એક સિધ્ધી,બનાવ્યો આ મોટો રેકોર્ડ

Tags :
Advertisement

.

×