Sabarkantha : દૂધ મંડળીનાં સેક્રેટરીને હિસાબ અંગે પૂછતા ભડ્ક્યા! તાળું મારી ચાલ્યા ગયાનો આરોપ
- Sabarkantha નાં તલોદનાં રોઝડ દૂધ મંડળીનાં પશુપાલકોનું દૂધ રખડી પડ્યું!
- સેક્રેટરી દૂધ મંડળી બંધ કરીને જતા રહેતા ટેન્કર પાછા ગયા હોવાનો આરોપ
- દૂધ ઉત્પાદકોએ હિસાબ માંગતા સેક્રેટરી ભડકી ઉઠ્યાનો આક્ષેપ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભાવફેરનાં મુદ્દે દૂધ ઉત્પાદકોએ શરૂ કરેલું આંદોલન સમાપ્ત થઈ ચૂક્યું છે. પરંતુ, તલોદ તાલુકાનાં રોઝડ દૂધ મંડળીનાં ગ્રાહકો બુધવારે સવારે જ્યારે દૂધ લઈને મંડળીમાં ભરાવવા માટે આવ્યા હતા ત્યારે કેટલાક ગ્રાહકોએ સેક્રેટરી પાસે હિસાબ માંગતા સેક્રેટરીએ મનમાની કરીને દૂધ મંડળી બંધ કરીને જતા રહેતા દૂધ ઉત્પાદકોનું દૂધ રખડી પડયું હતું. આથી, દૂધ ઉત્પાદકોએ રોષ વ્યક્ત કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રોઝડ દૂધ મંડળીનાં ચેરમેન તરીકે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હોવાથી તેઓ પણ દૂધ ઉત્પાદકોની ઝપેટમાં આવી ગયા હોય તેવી ચર્ચા છે.
આ પણ વાંચો -Amreli : ધારીનાં MLA ના પુત્ર, તા. BJP પ્રમુખ સામે દુષ્કર્મ, સ્મગલિંગનાં ધંધામાં ધકેલ્યાનો યુવતીનો આરોપ
દૂધનાં હિસાબ અંગે પૂછતા સેક્રેટરી ભડક્યા હોવાનો આરોપ
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રોઝડ ગામે આવેલ દૂધ મંડળીમાં દરરોજ સવારે અને સાંજે દૂધ ઉત્પાદકો દૂધ ભરાવવા માટે આવે છે. ત્યારે બુધવારે કેટલાક ગ્રાહકોએ આવીને દૂધનાં હિસાબની માંગણી કરી હતી, જેથી સેક્રેટરી ભડકી ઊઠયા હતા અને ત્યારબાદ સેક્રેટરીએ દૂધ મંડળીને તાળું મારી જતા રહ્યા હતા. આથી, દુધ ઉત્પાદકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમારી નુકશાની કોણ ભરપાઈ કરશે ? તેવો પ્રશ્ન કર્યા હતા. સાબરડેરીનાં ભાવફેરનું આંદોલન પૂર્ણ થયા બાદ વધુ એક વિવાદ ઊભો થતા હવે આગળ શું થશે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
આ પણ વાંચો -Surat : શાળામાં અભ્યાસ કરવા જતી 6 વર્ષીય બાળા પર શ્વાનની ટોળી તૂટી પડી, થયું મોત
બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે પણ રોષ!
સૂત્રોમાંથી મળતી માહિતી અને ગ્રામજનોનાં કહેવા મુજબ, રોઝડ દૂધ મંડળીનાં ચેરમેન તરીકે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હોદ્દો ભોગવી રહ્યા છે, ત્યારે સેક્રેટરીએ દૂધ ઉત્પાદકો પાસે તથા ચેરમેન ધવલસિંહ ઝાલાએ હિસાબો ન આપ્યા હોવાને કારણે વિવાદ થયો હોવાનાં આક્ષેપ થયા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રોઝડ દૂધ મંડળીમાં ચેરમેન તરીકે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ હતા. તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયા બાદ ધવલસિંહ ઝાલા ચેરમેન બન્યા છે. તેઓ ભાવફેરનાં આંદોલનમાં પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે દૂધ ઉત્પાદકોને સમર્થન કરતા હોવાની વાતો વહેતી થઈ હતી.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો -Surat : જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ વિથ હત્યા કેસમાં વધુ બે આરોપી બિહારમાંથી ઝડપાયા


