Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Train: સાબરમતી એક્સપ્રેસને ઉથલાવાનું કાવતરું, આ મળ્યો પુરાવો...

વારાણસી સાબરમતી ટ્રેન દુર્ઘટનાનું કારણ સામે આવ્યું ટ્રેક પર કંઈક મૂકવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રેન જોરદાર ટકરાઈ પથ્થર સાથે અથડાતા ટ્રેન ખડી પડી ટ્રેનના એન્જિન પર ગંભીર નુકસાનના નિશાન જોવા મળ્યા Train : ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે વહેલી...
train  સાબરમતી એક્સપ્રેસને ઉથલાવાનું કાવતરું  આ મળ્યો પુરાવો
Advertisement
  • વારાણસી સાબરમતી ટ્રેન દુર્ઘટનાનું કારણ સામે આવ્યું
  • ટ્રેક પર કંઈક મૂકવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રેન જોરદાર ટકરાઈ
  • પથ્થર સાથે અથડાતા ટ્રેન ખડી પડી
  • ટ્રેનના એન્જિન પર ગંભીર નુકસાનના નિશાન જોવા મળ્યા

Train : ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે વહેલી સવારે 3 વાગે થયેલા વારાણસી સાબરમતી ટ્રેન (Train) દુર્ઘટનાનું કારણ સામે આવ્યું છે. દુર્ઘટના વિશે માહિતી આપતાં, લોકો પાયલટે ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જણાવ્યું છે. એડીએમ સિટી કાનપુર રાકેશ વર્માએ પણ અકસ્માત અંગે નિવેદન આપ્યું હતું. આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન પણ સામે આવ્યું છે.

ટ્રેક પર કંઈક મૂકવામાં આવ્યું હતું

અકસ્માતનું કારણ પથ્થર સાથે અથડાવું હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક પર કંઈક મૂકવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રેન જોરદાર ટકરાઈ અને એન્જિન સહિત પાટા પરથી ઉતરી ગઈ. લગભગ 25 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ચીસાચીસ થઇ ગઇ હતી. સદ્નસીબે કોઈ મુસાફરનું મૃત્યુ થયું નથી. કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને અકસ્માત સ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો----Train Accident : કાનપુર નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા

લોકો પાયલોટ અને રેલ્વે મંત્રીએ આપ્યું કારણ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વારાણસીથી અમદાવાદ જઈ રહેલી ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. કાનપુરથી 11 કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. નોર્થ સેન્ટ્રલ રેલ્વે અને લોકો પાયલોટે અકસ્માતનું કારણ એક પથ્થર સાથે અથડાતા ટ્રેનને જવાબદાર ગણાવ્યું છે. બોલ્ડર સાથે અથડાયા બાદ એન્જિને તેનું સંતુલન ગુમાવ્યું અને આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વીટ કર્યું છે કે સાબરમતી એક્સપ્રેસનું એન્જીન પાટા પર રાખેલી કોઈ વસ્તુ સાથે અથડાઇ અને આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ટ્રેનના એન્જિન પર ગંભીર નુકસાનના નિશાન જોવા મળ્યા હતા. પથ્થરો સાથે અથડામણના પુરાવા સચવાયેલા છે. IB અને ઉત્તર પ્રદેશ પોલીસ તૈનાત છે. મુસાફરો અને સ્ટાફને કોઈ ઈજા થઈ નથી. ડીઆરએમ દીપક સિંહે પણ કહ્યું છે કે ટ્રેન પાટા પરથી ઉતરી તે પહેલા મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો હતો. અકસ્માતની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે

હેલ્પલાઇન નંબર જાહેર, ટ્રેનો રદ.

દુર્ઘટના વિશે માહિતી આપતાં એડીએમ સિટી કાનપુર રાકેશ વર્માએ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા અને ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. લગભગ 25 કોચ નીચે ઉતરી ગયા છે, પરંતુ કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તમામ મુસાફરોને બસો દ્વારા રેલવે સ્ટેશન પર મોકલવામાં આવ્યા છે. મેમુ ટ્રેન પણ બોલાવવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં ટ્રેકને નુકસાન થયું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ 16મા કોચની નજીક ટ્રેનનું લોક તૂટેલું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો----ઝારખંડમાં 6 બાળકોના મોત, ગ્રામજનોના વિરોધ વચ્ચે પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો

Tags :
Advertisement

.

×