ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salman khan: ધમકીઓ વચ્ચે સલમાન ખાને કેમ શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ

 સલમાન ખાને 'સિકંદર'નું શૂટિંગ શરૂ કર્યું ફિલ્મ સિકંદર ઈદ પર રિલીઝ થશે સલમાન પોતાની ટીમની સાથે સુરક્ષાને લઈને ખૂબ સજ્જ Salman khan : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મંગળવારે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ ફરી શરૂ(Salman khan Sikandar Shooting)કર્યું. આ...
05:26 PM Oct 23, 2024 IST | Hiren Dave
 સલમાન ખાને 'સિકંદર'નું શૂટિંગ શરૂ કર્યું ફિલ્મ સિકંદર ઈદ પર રિલીઝ થશે સલમાન પોતાની ટીમની સાથે સુરક્ષાને લઈને ખૂબ સજ્જ Salman khan : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મંગળવારે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ ફરી શરૂ(Salman khan Sikandar Shooting)કર્યું. આ...

Salman khan : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મંગળવારે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ ફરી શરૂ(Salman khan Sikandar Shooting)કર્યું. આ ફિલ્મનું નિર્દેશન 'ગજની' ફેમ એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. આમાં રશ્મિકા મંદન્ના ફીમેલ લીડમાં છે. આ ફિલ્મ સલમાનના ખાસ કરિશ્માને આકર્ષક વાર્તા સાથે જોડવાનું વચન આપે છે. આને લઈને ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચા થઈ હતી.

2025માં ઈદ પર થશે રિલીઝ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મંગળવારે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ ફરી શરૂ કર્યું. આ ફિલ્મનું નિર્દેશન 'ગજની' ફેમ એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. આમાં રશ્મિકા મંદન્ના ફીમેલ લીડમાં છે. આ ફિલ્મ સલમાનના ખાસ કરિશ્માને આકર્ષક વાર્તા સાથે જોડવાનું વચન આપે છે. આને લઈને ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચા થઈ હતી.

સિકંદરનું શૂટિંગ શરૂ

મળતી  માહિતી અનુસાર હવે સલમાન ખાન આયોજિત ઈવેન્ટ મુજબ 'સિકંદર' માટે શૂટિંગ કરી રહ્યો છે.' સલમાને થોડા સમય માટે પોતાની પ્રતિબદ્ધતાઓમાંથી બ્રેક લીધો હતો. છેલ્લા કેટલાક દિવસો અભિનેતા માટે ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. કારણ કે થોડા દિવસો પહેલા તેમના મિત્ર અને રાજનેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમની ઓફિસ પાસે હત્યા કરવામાં આવી હતી. ફિલ્મ 'સિકંદર'ની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાન ખાન દ્વારા વધુ એક યાદગાર પરફોર્મન્સ આપવા માટે તૈયાર છે. સલમાન ખાન તેના ફેન્સને તે મનોરંજન અને ડ્રામા આપવા જઈ રહ્યો છે જેની તેઓ રાહ જોઈ રહ્યા છે.

સલમાન અને રશ્મિકા જોવા મળશે એક સાથે

સલમાન અને રશ્મિકા પહેલીવાર 'સિકંદર'માં એક સાથે જોવા મળશે. તેમજ આ ફિલ્મમાં પ્રતિક બબ્બર અને સત્યરાજ જેવા દિગ્ગજ સ્ટાર્સ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. 2014માં રિલીઝ થયેલી 'કિક' બાદ સલમાન અને સાજિદ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ તેની રિલીઝ ઈદ 2025 માટે નક્કી કરી છે.

આ પણ  વાંચો -જો હું હીરો હોત તો પ્રિયંકા ચોપરાને કિસ કરવામાં...'અન્નૂ કપૂરનું વિવાદિત નિવદેન, જુઓ Video

સલમાન બિગ બોસ 18નું શૂટિંગ

ઉલ્લેખનીય છે કે, બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. આ પછી સલમાનની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. સલમાન ખાને સંપૂર્ણ સુરક્ષા વચ્ચે બિગ બોસ 18નું શૂટિંગ કર્યું હતું.

Tags :
death threatsfilm sikandarLawrence Bishnoisalman khansalman khan blackbuck casesalman khan careersalman khan filmsalman khan lawrence bishnoi casesalman khan moviessalman khan picsSikandar
Next Article