Sambhal મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ચીફ જસ્ટિસની બેન્ચ શુક્રવારે પરશે સુનાવણી
- Sambhal મસ્જિદને લઈને વિવાદ વકર્યો
- શાહી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
- મસ્જિદ સમિતિએ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી
- SC ના ચીફ જસ્ટિસ કરશે સુનાવણી
ઉત્તર પ્રદેશ (UP)ના સંભલ (Sambhal)ની શાહી જામા મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં નીચલી કોર્ટના સર્વે ઓર્ડરને પડકારવામાં આવ્યો છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે નીચલી કોર્ટના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેંચ શુક્રવારે આ મામલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં એક બાજુ શાહી જામા મસ્જિદનું સંચાલન છે, જ્યારે બીજી બાજુ હરિશંકર જૈન છે. મુસ્લિમ પક્ષે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક અસાધારણ કેસ છે, તેથી કોર્ટે અસાધારણ પગલાં લેવા જોઈએ. સંભલ (Sambhal) મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે, 1526 માં મુઘલ શાસક બાબરે એક હિન્દુ મંદિરને તોડીને શાહી જામા મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આ સ્થળ મૂળ હરિહર મંદિરનું હતું. આવી સ્થિતિમાં મસ્જિદની માલિકી હિન્દુ પક્ષે જવી જોઈએ.
Committee of Management of Jama Masjid in Sambhal, Uttar Pradesh, moves Supreme Court against the November 19 order of local court for the survey of the mosque.
CJI Justice Sanjiv Khanna-led bench to hear the petition of Sambhal Jama Masjid tomorrow. pic.twitter.com/bNjlqSfiVM
— ANI (@ANI) November 28, 2024
આ પણ વાંચો : Mahrashtra : Eknath Shinde બાદ હવે Ajit Pawar એ કરી પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષીઓને આપ્યો જડબાતોડ જવાબ...
શું છે વિવાદ?
હિન્દુ પક્ષ વતી એડવોકેટ હરિશંકર જઈને અરજી દાખલ કરી હતી, જેને નીચલી અદાલતે સ્વીકારી હતી અને તે જ દિવસે સર્વે માટે એડવોકેટની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. એડવોકેટની નિમણૂક બાદ તે જ દિવસે મસ્જિદનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે વહીવટી તંત્રની ટીમ સર્વે માટે આવી પહોંચી હતી. આ પછી વિરોધ શરૂ થયો હતો. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 20 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હિંસા બાદ સંભલ (Sambhal)નો મુદ્દો જોર પકડ્યો છે.
આ પણ વાંચો : તો આ કારણે થયું Air India Pilot સૃષ્ટિનું મોત, PM રિપોર્ટમાં થયો ખુલાસો...!
શું છે મુસ્લિમ પક્ષનો દાવો?
મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, નીચલી અદાલતે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ ચુકાદો આપ્યો હતો. તેથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ સિવાય પક્ષનું કહેવું છે કે, જમા મસ્જિદ એક સંરક્ષિત સ્મારક છે, જેને પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ 1904 હેઠળ 22 ડિસેમ્બર 1920 ના રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સરકારે તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક પણ જાહેર કર્યું છે અને આ મસ્જિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ છે. મુસ્લિમ પક્ષ એવું પણ કહી રહ્યું છે કે, 1947 પહેલા બનેલા ધાર્મિક સ્થળોને પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હેઠળ સુરક્ષિત કરવામાં આવે. જો કે આ પહેલા કોર્ટે જ્ઞાનવાપી અને મથુરાના મામલામાં અરજી સ્વીકારી લીધી છે, કોર્ટનું માનવું છે કે, આ બાબતો પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 ના ડાયરાની બહાર છે.
આ પણ વાંચો : Delhi માં સોમવાર સુધી લાગુ રહેશે GRAP-4, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આપ્યા આ નિર્દેશ


