તમે મંગળ પર જાઓ, ત્યાં ન તો EC છે કે ન તો EVM..., Sambit Patra એ મોજ લીધી?
- EVM પર ખડગેનો સવાલ, Sambit Patra નો પલટવાર
- કોંગ્રેસની ઘટી રહેલી વિશ્વસનીયતા પર પાત્રાનો ટોણો
- ખડગેજીને મંગલ ગ્રહ પર જતું રહેવું જોઈએ - Sambit Patra
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ બુધવારે કોંગ્રેસ પાર્ટી પર તીક્ષ્ણ શબ્દોમાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) હટાવીને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગનો જવાબ આપતા સંબિત પાત્રા (Sambit Patra)એ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, તમારા માટે મંગલ ગ્રહ બેસ્ટ છે ત્યાં જઈને ચૂંટણી લડવી જોઈએ.
EVM પર ખડગેનો સવાલ, સંબિત પાત્રાનો પલટવાર...
મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં EVM વિશે કહ્યું હતું કે, આના કારણે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC) અને ગરીબ વર્ગના લોકોના મત વેડફાઈ રહ્યા છે. આના પર સંબિત પાત્રા (Sambit Patra)એ પલટવાર કરતા કહ્યું કે, "શું કોંગ્રેસ માને છે કે આ વર્ગ EVM નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતો નથી?આ તેમના માટે અપમાનજનક વિચાર છે." પાત્રાએ ખડગેની આ દલીલને નકારી કાઢી અને તેને કોંગ્રેસની નિરાશા ગણાવી.
राहुल गांधी जी आपको,
EVM नहीं चाहिए
Judiciary नहीं चाहिए
Election Commission नहीं चाहिए
ED-CBI नहीं चाहिए
भारत सरकार भी नहीं चाहिएअब आपको कुछ नहीं चाहिए तो आपके लिए सबसे उच्च और उपर्युक्त स्थान — ‘मंगलग्रह’ है। pic.twitter.com/6vsDMkyOCT
— Sambit Patra (@sambitswaraj) November 27, 2024
આ પણ વાંચો : જો કેજરીવાલને કંઈ થયું તો BJP જવાબદાર, Delhi ના મંત્રીનો મોટો ધડાકો...
મંગળ ગ્રહ પર જઈને લડો ચૂંટણી...
સંબિત પાત્રા (Sambit Patra)એ પોતાના અંદાજમાં કહ્યું કે, "ખડગે જી કહે છે કે તેમને EVM, ED, CBI અને ભારત સરકાર નથી જોઈતી. જો એવું છે, તો તેમના માટે શ્રેષ્ઠ સ્થળ મંગલ છે. ત્યાં ન તો EVM છે કે ન તો ચૂંટણી પંચ. તમારા રાજકુમાર (Rahul Gandhi)ને ખુરશી પર બેસાડો." પાત્રાના આ નિવેદને ન માત્ર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે, પરંતુ EVM વિરુદ્ધ કોંગ્રેસના અભિયાનને પણ હાસ્યનું પાત્ર બનાવ્યું છે.
EVM નો નવો અર્થ- ઊર્જા, વિકાસ, મહેનત
પાત્રાએ પોતાના સંબોધનમાં EVM માટે એક નવો અર્થ પણ કાઢ્યો. તેમણે કહ્યું, "EVM નો અર્થ થાય છે - E નો અર્થ ઊર્જા માટે, V માટે વિકાસ અને M માટે મહેનત. આ કારણે જ ભાજપ જીતે છે. કોંગ્રેસે તેની હાર માટે "RBM" (રાહુલના નબળા સંચાલન)ને દોષ આપવો જોઈએ." આ નિવેદન માત્ર કોંગ્રેસની નેતાગીરી પર જ પ્રશ્ન નથી કરતું, પરંતુ ભાજપની પોતાની સિદ્ધીઓને પણ રેખાંકિત કરે છે.
खड़गे जी,
EVM ठीक है, राहुल खराब है।
EVM बाद में बदलिए, राहुल को पहले बदलिए। pic.twitter.com/vCYMX3Stx8
— Sambit Patra (@sambitswaraj) November 27, 2024
આ પણ વાંચો : મહારાષ્ટ્ર CM પદને લઈને વિવાદ હજુ પણ...!, ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું આ કારણે થઇ રહ્યો છે વિલંબ...
ઝારખંડની જીત પર પપાત્રાનો ટોણો...
કોંગ્રેસ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા સંબિત પાત્રા (Sambit Patra)એ ઝારખંડના ચૂંટણી પરિણામોનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, "જો EVM માં ખામી છે, તો ઝારખંડમાં JMM ગઠબંધન કેવી રીતે જીત્યું? કોંગ્રેસ જ્યારે હરે ત્યારે જ EVM નો વિરોધ કરે છે." પાત્રાએ કોંગ્રેસ પર ચૂંટણી હાર માટે બહાનું બનાવવાનો આરોપ લગાવ્યો, જ્યારે જનતાએ તેમને પહેલાથી જ નકારી દીધા છે.
LIVE: Addressing Press Conference at BJP HQ, New Delhi.https://t.co/iRiXEJ2237
— Sambit Patra (@sambitswaraj) November 27, 2024
કોંગ્રેસની ઘટી રહેલી વિશ્વસનીયતા પર ટોણો...
મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર કટાક્ષ કરતા સંબિત પાત્રા (Sambit Patra)એ કહ્યું કે, કોંગ્રેસની હારનું સાચું કારણ જનતા સાથેનું જોડાણ ગુમાવવાનું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, લગભગ દરેક રાજ્યોમાં કોંગ્રેસને ઘેરી લેવામાં આવી છે. પાત્રાએ ઉમેર્યું કે, "મહારાષ્ટ્ર, મહાયુતિએ જંગી જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસનો સફાયો થયો હતો."
આ પણ વાંચો : 'મારો જીવ જોખમમાં છે' Lakshyaraj Singh Mewar એ આવું કેમ કહ્યું...!


