Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Samsung TriFold ફોનની કિંમત લીક થઇ, iPhone 17 Pro Max કરતા સસ્તો હોવાનો દાવો

બ્લોગર yeux1122 એ દક્ષિણ કોરિયન કંપનીના આગામી ફોન વિશે માહિતી શેર કરી છે. સેમસંગના ટ્રાઇફોલ્ડ ફોનની કિંમત KRW 3.6 મિલિયન અથવા આશરે રૂ. 2.25 લાખ હોઈ શકે છે. અગાઉના લીક્સ સૂચવે છે કે તેની કિંમત KRW 4.4 મિલિયન અથવા આશરે રૂ. 2.5 લાખ હોઈ શકે છે. સેમસંગ શરૂઆતમાં આ ફોન દક્ષિણ કોરિયા, ચીન, સિંગાપોર, તાઇવાન અને UAEમાં રજૂ કરશે.
samsung trifold ફોનની કિંમત લીક થઇ  iphone 17 pro max કરતા સસ્તો હોવાનો દાવો
Advertisement
  • સેમસંગ ત્રણ ફોલ્ડ વાળો ફોન આવતા વર્ષે લોન્ચ કરશે
  • કંપનીના ફોનની કિંમત આઇફોન 17 પ્રો મેક્સ કરતા ઓછી હોવાનો દાવો કરાયો
  • જો કે, લીક થયેલી ફોનની કિંમતો અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી અપાઇ નથી

Samsung Tri Fold Phone Price Leak : સેમસંગ ટૂંક સમયમાં તેનો ટ્રાઇફોલ્ડ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવતા વર્ષના પહેલા 6 મહિનામાં તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી શકે છે. અગાઉ, અહેવાલો સૂચવવામાં આવ્યા હતા કે દક્ષિણ કોરિયન કંપની એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટમાં તેનો Galaxy Z TriFold રજૂ કરશે. સેમસંગના ટ્રિપલ ફોલ્ડેબલ ફોન અંગે એક નવી માહિતી લીક થઇને છે, જેમાં તેની સંભવિત કિંમતોસામે આવી છે. તેની કિંમત iPhone 17 Pro Max ની કિંમત શ્રેણીમાં અથવા તેનાથી ઓછી હોઈ શકે, તેવો અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Advertisement

બ્લોગરે માહિતી લીક કરી

બ્લોગર yeux1122 એ દક્ષિણ કોરિયન કંપનીના આગામી ફોન વિશે માહિતી શેર કરી છે. સેમસંગના ટ્રાઇફોલ્ડ ફોનની કિંમત KRW 3.6 મિલિયન અથવા આશરે રૂ. 2.25 લાખ હોઈ શકે છે. અગાઉના લીક્સ સૂચવે છે કે તેની કિંમત KRW 4.4 મિલિયન અથવા આશરે રૂ. 2.5 લાખ હોઈ શકે છે. સેમસંગ શરૂઆતમાં આ ફોન દક્ષિણ કોરિયા, ચીન, સિંગાપોર, તાઇવાન અને UAEમાં રજૂ કરશે. કંપની પ્રથમ તબક્કામાં ફક્ત 20,000 થી 30,000 યુનિટનું ઉત્પાદન કરશે. ઉત્પાદન પછીથી વિસ્તૃતીકરણ થઈ શકે છે. જો કે, કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

Advertisement

સંભવિત સુવિધાઓ

Galaxy Z TriFold ફોનની સંભવિત સુવિધાઓમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસરનો સમાવેશ થાય છે. તે 16GB રેમ અને 1TB સ્ટોરેજને સપોર્ટ કરે છે. આ Galaxy Z TriFold ફોનમાં 9.96-ઇંચ ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. તે 6.54-ઇંચ કવર ડિસ્પ્લે સાથે પણ આવી શકે છે. કવર ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 2600 નિટ્સ સુધી પહોંચી શકે છે. આ ફોન 200MP કેમેરા અને 5437mAh બેટરી સાથે ઓફર થવાની શક્યતા છે. આ સેમસંગ ફોન Android 16 પર આધારિત OneUI 8 પર ચાલી શકે છે. તે Huawei Mate XT શ્રેણી સાથે સીધી સ્પર્ધા કરશે, જે ચીની બ્રાન્ડે ગયા વર્ષે રજૂ કરી હતી.

આ પણ વાંચો ------  સ્માર્ટ ટીવીના કાન બંધ કરવા જરૂરી, આ સેટીંગથી પ્રાઇવસી મજબુત કરો

Tags :
Advertisement

.

×