Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Sarabhai Vs Sarabhai' ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી સીરિઝ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'માં જૈસ્મિનની ભૂમિકા ભજવનાર જાણીતી ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. વૈભવી 32 વર્ષની હતી. અભિનેત્રીના...
 sarabhai vs sarabhai  ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન
Advertisement

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી સીરિઝ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'માં જૈસ્મિનની ભૂમિકા ભજવનાર જાણીતી ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. વૈભવી 32 વર્ષની હતી. અભિનેત્રીના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. બુધવારે સવારે 11 વાગ્યે વૈભવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારે સેલેબ્સ સહિત ચાહકોને હચમચાવી દીધા છે.

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીને વૈભવીના મૃત્યુના સમાચારથી ખૂબ જ આઘાત લાગ્યો છે. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવીનો ફોટો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. રૂપાલીએ લખ્યું- આટલી જલ્દી જતી રહી. આ સિવાય રૂપાલીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વૈભવીનો એક રીલ વીડિયો પણ શેર કર્યો છે, જેની સાથે તેણે લખ્યું છે કે તે અભિનેત્રીના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શકતી નથી.

Advertisement

કેવી રીતે થયો અકસ્માત?

Advertisement

મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક રોડ અકસ્માતમાં અભિનેત્રીનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી ઉપાધ્યાય તેના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી, પરંતુ એક વળાંક પર કાર પર કાબૂ ગુમાવ્યો અને અભિનેત્રીનો અકસ્માત થયો. વૈભવીના મૃત્યુની પુષ્ટી અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી હતી. જેડીએ વૈભવી સાથે ‘સારાભાઈ ટેક 2’ માં કામ કર્યું હતું. જેડી મજેઠિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું કે “જીવન ખૂબ જ અણધાર્યું છે.

આ પણ વાંચો : સલમાન ખાન હોટલ બિઝનેસમાં કરવા જઇ રહ્યો છે એન્ટ્રી, જાણો શું છે પ્લાન

Tags :
Advertisement

.

×