Cannabis Farming ગ્રામ પંચાયતની જમીન ભાડે રાખી સિક્યુરિટી ગાર્ડ ગાંજાની ખેતી કરાવતો હોવાનો ઘટસ્ફોટ
એક સમયે અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં હુક્કાબારની બોલબાલા હતી અને ઑરિસ્સાથી પ્રતિ દિન ટ્રેન માર્ગે ગાંજાનો જથ્થો રાજ્યમાં આવતો હતો. આજે પણ આવે છે. ગાંજો અન્ય નશાની સરખામણીએ સસ્તો હોવાથી સાધુથી સ્ટુડન્ટ સુધીનો વર્ગ તેની લપેટમાં આવી ગયો છે. લાંબા સમયથી વૉન્ટેડ એવા ઑરિસ્સાના ગાંજા સપ્લાયરની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) તાજેતરમાં જ ધરપકડ કરી છે. હવે વાત છે, સ્ટેટ મોનિટરિંગ સેલે બોટાદ જિલ્લામાં ચાલતી ગાંજાની ખેતી (Cannabis Farming) ના પર્દાફાશની. પોલીસના હાથે ઝડપાયેલો આરોપી અજિત બારડે ગાંજાની ખેતી કરવા માટે ગ્રામ પંચાયતની 12 વીઘા જમીન વાર્ષિક ભાડાથી રાખી હતી. Team SMC અજિત બારડને ગાંજાની ખેતીમાં મદદ કરનારા આરોપીઓ તેમજ ગાંજાનું બીયારણ પૂરૂં પાડનારા ફરાર શખસને શોધી રહી છે. 99 લાખની કિંમતના ગાંજાના કેસમાં એસએમસીના તપાસ અધિકારી મહિલા પીએસઆઈ કે.એચ.ઝણકાતે (PSI K H Zankat) અજિતને અદાલતમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ગુજરાતભરમાં કેમ થઈ રહ્યું છે Cannabis Farming ?
ગુજરાત રાજ્યમાં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ વર્ષ 1999માં અમદાવાદ શહેર ખાતે નોંધાયો હતો. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર (Cannabis Farming at Gujarat University) ની ઘટના સામે આવતા સીઆઈડી ક્રાઈમ એનડીપીએસ સેલે કેમ્પસમાંથી ગાંજાના છોડ કબજે લઈ પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધ્યો હતો. વર્ષ 2023માં ફરીથી ગુજરાત યુનિવર્સિટી તેમજ રાજકોટની મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ (Marijuana Plants at Marwadi University) મળી આવ્યા હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી (Cannabis Cultivation in Gujarat) થતી હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ગુજરાતમાં ગાંજાની ખેતી વકરી હોવા પાછળનું કારણ તેનું બીયારણ આસાનીથી મળી રહે છે. કારણ કે, ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં સરકારી મંજૂરી સાથે ગાંજાની ખેતી કરવામાં આવે છે.
ગ્રામ પંચાયતની જમીનમાં ગાંજાની ખેતી
State Monitoring Cell ના હાથે ઝડપાયેલો ખેડૂત અજિત જીવાભાઈ બારડ (ઉ.59 રહે. નાની વાવડી, તા.રાણપુર,બોટાદ) સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પણ કરે છે. નાની વાવડી ગ્રામ પંચાયતની ખેતર ચણ માટેની 12 વીઘા જમીન અજિત બારડે વાર્ષિક 1.75 લાખ રૂપિયાના ભાડે રાખી હતી. તાર ફેન્સિંગ અને લોખંડના દરવાજાની પાછળ આવેલી જમીનમાં કપાસની આડમાં ભાગિયા મહાવીર પઢિયારની મદદથી અજિત બારડે ગાંજાનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત અજીતની માલિકીની અન્ય 9 વીઘા જમીનમાં પણ તેણે ભાગિયા ધમા સોલંકીની મદદથી ગાંજાની ખેતી (Cannabis Farming Botad) કરી હતી.
આ પણ વાંચો - Cannabis Farming in Gujarat : સ્ટેટ મોનિટરિંગ સેલને બોટાદ જિલ્લામાંથી ગાંજાનું ખેતર મળ્યું, 99 લાખનો ગાંજો જપ્ત
અજિતને લાખોપતિ બનવાના સપનાં મિત્રએ બતાવ્યા
અજિત બારડના પાડોશી ગામ સુંદરીયાણ ખાતે રહેતો મિત્ર રતનસિંહ ચાવડા ગાંજો પીવાનો આદી છે. રતન ચાવડા છએક મહિના અગાઉ ગાંજો ઉગાડવા માટે બીયારણ લાવ્યો હતો. અજિતે "પારેવા"ના નામે ઓળખતા ગ્રામ પંચાયતની જમીનમાં તેમજ પોતાની માલિકીની જમીનમાં ગાંજાના બીજ પાંચેક મહિના અગાઉ વાવ્યા હતા.રતન ચાવડા અને અજિત બારડ ગાંજાની ખેતી (Cannabis Farming) કરી તેમાંથી મોટી રકમ કમાવવાના સપના જોતા હતા. અજિત બારડે તેના બંને ભાગિયાઓને ગાંજાની ખેતીમાંથી થનારી કાળી કમાણીમાંથી ત્રીજા ભાગનો હિસ્સો આપવાનું નક્કી કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો - Cough Syrup અંગેના Gujarat First ના અહેવાલની અસર! સરકારની કડક કાર્યવાહીની ખાતરી


