SCO SUMMIT : રક્ષામંત્રી રાજનાથ સિંહએ 'સંયુક્ત નિવેદન' પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો
- ચાઇનામાં આયોજિત સમિટમાં દેશના રક્ષામંત્રીએ ભારતની નીતિઓ સાથે મજબુત સ્ટેન્ડ લીધું
- એક જ નિર્ણયથી પાકિસ્તાન અને ચીનની જુગલબંધી ખુલ્લી પાડી દીધી
- ભારતની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ તેના એક્શન દ્વારા દર્શાવવામાં આવે છે - રક્ષામંત્રી
SCO SUMMIT : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (DEFENCE MINISTER OF INDIA - RAJNATH SINGH) ગુરુવારે ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે 'સંયુક્ત નિવેદન' પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર (REFUSE TO SIGN JOINT DOCUMENT) કર્યો હતો. રાજનાથ સિંહે SCO બેઠકમાં પાકિસ્તાન (AIM AT PAKISTAN) પર નિશાન સાધતા સરહદ પારના આતંકવાદનો (TERRORISM) મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સાથે ભારતના આતંકવાદ વિરોધી વલણ પર ભાર મૂક્યો.
દસ્તાવેજમાં બલુચિસ્તાનનો ઉલ્લેખ
ભારત વતી રાજનાથ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે, આ સંયુક્ત નિવેદન આતંકવાદ સામે ભારતના મજબૂત વલણને દર્શાવતું નથી. નિવેદનમાંથી પહલગામને બાકાત રાખવાનું પાકિસ્તાનના ઇશારે કરવામાં આવ્યું હોય તેવું લાગે છે કારણ કે તેનો સદાબહાર સહયોગી ચીન હાલમાં સંગઠનનું અધ્યક્ષ છે. પહલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ દસ્તાવેજમાં બલુચિસ્તાનનો ઉલ્લેખ છે, અને ભારતનું નામ લીધા વિના ત્યાં અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ખતરાને દૂર કરવા માટે એક થવા અપીલ
અગાઉ કિંગદાઓમાં આ બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ સામે ભારતની નીતિ પરિવર્તનની વ્યાપક રૂપરેખા રજૂ કરી હતી. આ સાથે તેમણે સભ્ય દેશોને સામૂહિક સુરક્ષા અને સલામતી માટેના આ ખતરાને દૂર કરવા માટે એક થવા અપીલ કરી હતી..
પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસની ખામી સાથે જોડાયેલા
સંરક્ષણ મંત્રીઓ, SCO સેક્રેટરી જનરલ, SCO રિજનલ એન્ટી-ટેરરિસ્ટ સ્ટ્રક્ચર (RATS) ના ડિરેક્ટર અને અન્ય પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે, આ ક્ષેત્ર સામે સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસની ખામી સાથે જોડાયેલા છે. અને વધતી જતી કટ્ટરતા, ઉગ્રવાદ અને આતંકવાદ આ સમસ્યાઓના મૂળ કારણો છે.
આતંકવાદી હુમલાના જવાબમાં 'ઓપરેશન સિંદૂર'
સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાના જવાબમાં 'ઓપરેશન સિંદૂર' (OPERATION SINDOOR) શરૂ કર્યું હતું, જેથી આતંકવાદને રોકવા અને સરહદ પારના હુમલાઓનો સામનો કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી શકાય.
આતંકવાદી હુમલાઓ સાથે મેળ ખાતી હતી
રાજનાથ સિંહે બેઠકમાં કહ્યું, "પહલગામ આતંકવાદી હુમલામાં પીડિતોને તેમની ધાર્મિક ઓળખના આધારે ગોળી મારી દેવામાં આવી હતી. આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના પ્રોક્સી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પહલગામ હુમલાની પેટર્ન ભારતમાં લશ્કર-એ-તૈયબાના અગાઉના આતંકવાદી હુમલાઓ સાથે મેળ ખાતી હતી. ભારતની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ તેના એક્શન દ્વારા દર્શાવવામાં આવે છે. આમાં આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર શામેલ છે. અમે બતાવ્યું છે કે, આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી. અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં."
આ પણ વાંચો --- Op BIHALI : ઉધમપુરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર


