NO PARKING માં ઉભેલી SDM ની ગાડીને લગાવ્યું લોક, અધિકારીના બદલે લોક લગાવનારા કર્મચારીઓને જેલ
- ગુનામાં SDM ની ગાડીને લોક મારવું ભારે પડ્યું
- SDM લાજવાના બદલે ગાઝ્યા અને કર્મચારીને કરી સજા
- સરકારી અધિકારી હોય એટલે તેમને કોઇ નિયમ લાગુ ન પડે
ગુના : મધ્યપ્રદેશના ગુનામાં NO PARKING માં ઉભેલી એસડીએમની સરકારી ગાડીમાં વ્હીકલ લોક લગાવાયા બાદ હોબાળો થયો હતો. નો પાર્કિંગ ક્ષેત્રમાં વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરનારી કંપનીના 6 કર્મચારીઓને એસડીએમે પોલીસ સ્ટેશનમાં પુરાવી દીધા હતા. ત્યાર બાદ કંપની દ્વારા ભૂલ સ્વીકારવા અંગે SDM એ જ કર્મચારીઓના જામીન લીધા હતા.
પોલીસ દ્વારા ચાલી રહી છે સ્પેશિયલ ડ્રાઇવ
નગર પાલિકા તરફથી નો પાર્કિંગ જોનમાં વાહન વ્યવહારની વ્યસ્થાને મજબુત રાખવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કંપનીના ટોઇંગ વાહનમાં વાહન વ્યવહાર વિભાગના પોલીસ કર્મચારીઓ પણ તહેનાત રહે છે. જે પણ વાહન બિનકાયદેસર રીતે નો પાર્કિંગ વિસ્તારમાં ઉભેલું હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો : હનીમૂનમાં મારી દીકરી સાથે શું કરશો? મક્કા-મદીના જાઓ તેમ કહી સસરાએ જમાઇ પર એસિડ ફેંક્યું
સરકારી વાહન જ નો પાર્કિંગમાં પડ્યું હતું
એસડીએમ શિવાની પાંડેનું સરકારી વાહન નો પાર્કિંગ એરિયામાં ઉભેલું હતું. જેને કંપનીના કર્મચારીઓએ વ્હીકલ લોક લગાવી દીધું હતું. એસડીએમના વાહનની સામે નેમ પ્લેટ પણ લાગેલી હતી. જેને નજર અંદાજ કરતા કાર્યવાહી કરવામાં આવી.
તસ્વીર વાયરલ થતા હડકંપ મચી ગયો
SDM ના વાહનમાં લોક લાગેલું હોય તેવી તસ્વીર જેવી વાયરલ થઇ હડકંપ મચી ગયો. ટ્રાફીક પોલીસ કર્મચારીઓએ જઇને વાહનમાંથી લોક હટાવડાવ્યું હતું. નિયમાનુસાર લોક બાદ મેમો આપવામાં આવે છે, પરંતુ એસડીએમના વાહનને કોઇ પ્રકારના મેમો વગર જ છોડી દેવામાં આવ્યું.
આ પણ વાંચો : Gujarat: ‘ડમી શાળાઓ બંધ કરાવો’, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યનો મુખ્યમંત્રીને પત્ર
શિવાની પાંડેએ કર્મચારીઓને બોલાવી ઝાટકણી કાઢી
એસડીએમ શિવાની પાંડેએ સર્કિટ હાઉસમાં કર્મચારીઓને બોલાવીને ઝાટકણી કાઢી હતી. કંપનીના 6 કર્મચારીઓને જેલમાં પણ પુરી દેવા માટેનો આદેશ આપ્યો હતો. જો કે થોડા સમય બાદ SDM શિવાની પાંડે દ્વારા જ કર્મચારીઓને જામીન આપી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad: ‘સિંઘમ’ પર ભારે પડ્યા લુખ્ખા, લાચાર પોલીસને ભાગવું પડ્યું!


