Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરીએ ગેરરીતિના આક્ષેપ લગાવીને આપ્યું રાજીનામું

રાજકોટ બાર એસોસિએશનમાં સત્તાનો દુરૂપયોગ અને ગેરરીતિના ગંભીર આક્ષેપ લગાવીને એસોસિએશનના સક્રેટરી સંદીપ વેકરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી  દીધું છે
રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરીએ ગેરરીતિના આક્ષેપ લગાવીને આપ્યું રાજીનામું
Advertisement
  • રાજકોટ બાર એસોસિએશન ના સેક્રેટરીએ આપ્યું રાજીનામુ
  • એસો.માં ગેરરીતિના આક્ષેપો સાથે સંદીપ વેકરિયાનું રાજીનામુ
  • સિનિયર એડવોકેટ દિલીપ પટેલ મનમાની ચલાવતા હોવાનો આરોપ
  • મિટિંગ કોર્ટ બિલ્ડિંગના બદલે દિલીપ પટેલની ઓફિસમાં કરાયાનો દાવો
  • મિટિંગમાં હોદ્દેદારો સિવાયના લોકોને એન્ટ્રી અપાયાનો આક્ષેપ

રાજકોટના બાર એસોસિએશનમાં વિવાદના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ બાર એસોસિએશનમાં સત્તાનો દુરૂપયોગ અને ગેરરીતિના ગંભીર આક્ષેપ લગાવીને એસોસિએશનના સક્રેટરી સંદીપ વેકરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી  દીધું છે. સેક્રેટરી પદ પરથી સંદીપ વેકરિયાએ રાજીનામુું આપતા બાર એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટ બાર એસોસિએશન ના સેક્રેટરી સંદીપ વેકરિયા એ આપ્યું રાજીનામું

નોંધનીય છે કે સંદીપ વકેરિયાએ રાજકોટ બાર એસોસિએશન પદ પરથી રાજીનામું આપીને ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.તેમણે રાજકોટ બાર એસોસિએશનમાં સિનિયર એડવોક્ટ દિલીપ પટેલ મનમાની કરી રહ્યા છે.વધુમાં તેમણે આક્ષેપ લગાવતા કહ્યું કે તાજેતરમાં એસોસિએશનની એક મહત્વની મિટિંગ કોર્ટ બિલ્ડિંગને બદલે દિલીપ પટેલની અંગત ઓફિસમાં યોજવામાં આવી હતી, જે નિયમોની વિરુદ્ધ છે. સંદીપ વકેરિયાએ વધુ આક્ષેપ લગાવતા  કહ્યું કે દિલીપ પટેલ હાલ બાર એસોસિએશનના હોદેદાર ન હોવા છતાં પણ એસોસિએશનની કામગીરીમાં હસ્તક્ષેપ કરે છે, અને કામગીરીમાં અવરોધ ઉભા કરે છે. આ સાથે  સેક્રેટરીને વિશ્વાસમાં લીધા વગર બાર એસોસિએશનના કામ કરવામાં આવી રહ્યા છે.

Advertisement

રાજકોટ બાર એસોસિએશન સેક્રેટરી સંદીપવેકરિયાએલગાવ્યા ગંભીર આરોપ

આ ઉપરાંત, તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે આ મિટિંગમાં માત્ર હોદ્દેદારોને જ હાજર રહેવાનું હોય છે, તેમ છતાં અન્ય બિન-સંબંધિત લોકોને પણ એન્ટ્રી આપવામાં આવી હતી. આ પ્રકારની ગેરરીતિથી કંટાળીને અને એસોસિએશનના હિતમાં રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું વેકરિયાએ જણાવ્યું છે.આ મામલે દિલીપ પટેલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. આ વિવાદથી રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા પર સવાલો ઊભા થયા છે .

Advertisement

આ પણ વાંચો:    Vadodara : નોરતામાં કન્ટેનરના પાર્ટીશનમાં રાખીને લઇ જવાતો વિદેશી દારૂ જપ્ત કરતી LCB

Tags :
Advertisement

.

×