Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી બન્યા ભારતીય ટીમના ચીફ સિલેક્ટર 

 ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજીત અગરકર મુખ્ય પસંદગીકાર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. બીસીસીઆઈએ અજીત અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવા માટે પગારમાં પણ વધારો કર્યો છે. ચેતન શર્માનું એક સ્ટિંગ...
આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી બન્યા ભારતીય ટીમના ચીફ સિલેક્ટર 
Advertisement
 ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજીત અગરકર મુખ્ય પસંદગીકાર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. બીસીસીઆઈએ અજીત અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવા માટે પગારમાં પણ વધારો કર્યો છે.
ચેતન શર્માનું એક સ્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ
અજીત અગરકરનું મુખ્ય પસંદગીકાર બનવું લગભગ નિશ્ચિત હતું. ગત વખતે જ્યારે ચેતન શર્માને ફરીથી મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા ત્યારે અજીત અગરકર પણ રેસમાં સામેલ હતા. જો કે ત્યારબાદ ચેતન શર્મા જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ ચેતન શર્માનું એક સ્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેના કારણે તેમને ચીફ સિલેક્ટરનું પદ છોડવું પડ્યું. મુખ્ય પસંદગીકારની જગ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલી હતી. હવે આ પદ માટે અજીત અગરકરની પસંદગી કરવામાં આવી છે.

એશિયા કપ પહેલા અજીત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ
અગરકર અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પરંતુ થોડા દિવસો પહેલા અગરકરે દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે. આવતા મહિને રમાનારી એશિયા કપ પહેલા અજીત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને લઈને અજીત અગરકરની ભૂમિકા મહત્વની રહેશે.
પગાર વધારો
એવા પણ અહેવાલ હતા કે પસંદગીકારના ઓછા પગારને કારણે કોઈ મોટો ખેલાડી આ પદ માટે અરજી કરવા માંગતો નથી. એવું પણ જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગે તેના ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકાર બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ દ્વારા મુખ્ય પસંદગીકારની સેલરીમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરને BCCI તરફથી વાર્ષિક એક કરોડ રૂપિયા મળશે. બાકીના પસંદગીકારોના પગારમાં પણ BCCI તરફ વધારો કરવામાં આવ્યો છે.
લોર્ડ્સમાં ટેસ્ટમાં સદી પણ ફટકારી છે
2007માં છેલ્લી ODI રમતા પહેલા અજીત અગરકરે ભારત માટે 191 ODI રમી હતી અને તેમાં 288 વિકેટ લીધી હતી. અજીત અગરકરે 26 ટેસ્ટ રમી છે. એટલું જ નહીં અજીત અગરકરે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ટેસ્ટમાં સદી પણ ફટકારી છે.
Advertisement
Tags :
Advertisement

.

×