હરિયાણાના સીનિયર IPS અધિકારી વાય પૂરણ કુમારે ગોળી મારીને કરી આત્મહત્યા
- હરિયાણાના સીનિયર IPS Y Puran Kumar એ કર્યો આપઘાત
- ADGP વાય પૂરણ કુમારે ગોળી મારી આપઘાત કર્યો
- ચંદીગઢમાં સરકારી આવાસમાં મળ્યો તેમનો મૃતદેહ
- ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ
- ઘટના સ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ
- પૂરણ કુમારના પત્ની હાલ CM સાથે વિદેશ પ્રવાસે
હરિયાણા પોલીસ વિભાગમાં તૈનાત વરિષ્ઠ IPS અધિકારી અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) વાય.એસ. પુરણ (Y Puran Kumar) એ ચંદીગઢના સેક્ટર-11 સ્થિત તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લેતા પોલીસ અને રાજ્ય વહીવટીતંત્રમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. 2001 બેચના આ અધિકારીએ કથિત રીતે તેમની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે. ADGP પુરણ તેમના કાર્ય અને પ્રામાણિકતા માટે જાણીતા હતા, તેથી તેમના અચાનક મૃત્યુથી સમગ્ર વિભાગ આઘાતમાં છે.
Senior Haryana police officer Y Puran Kumar found dead in Chandigarh home, suicide suspected: officials. pic.twitter.com/F6Er446qws
— Press Trust of India (@PTI_News) October 7, 2025
Y Puran Kumar એ ગોળી મારી આપઘાત કર્યો
નોંધનીય છે કે આત્મહત્યા પાછળનું સાચું કારણ હાલમાં સ્પષ્ટ થઈ શક્યું નથી, અને પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. ઘટના સમયે તેમની પત્ની, IAS અધિકારી અમનીત પી. કુમાર (જેઓ પણ 2001 બેચના હરિયાણા કેડરના અધિકારી છે. મુખ્યમંત્રી નાયબ સૈની સાથે અધિકારીઓના પ્રતિનિધિમંડળના ભાગ રૂપે જાપાનની મુલાકાતે છે. આ ઘટના બાદ વહીવટીતંત્ર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને વિસ્તારને ઘેરીને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ આત્મહત્યાના કારણોને સમજવા માટે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે.
ADGP Y Puran Kumar ની હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ આ આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે તમામ સંભવિત ખૂણાઓ પરથી નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છે. તેઓએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. દરમિયાન, અન્ય એક ઘટનામાં, કૌશાંબીમાં એક પરિણીત પુરુષથી નારાજ એક યુવતીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર છે, જેના સંબંધમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: CJI પર જૂતું ફેંકનારા વકીલની પ્રથમ પ્રતિક્રિયા - મને કોઈ અફસોસ નથી


