'આખા જૂનાગઢમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા', જાણો સાંસદ Shaktisinh Gohil એ શું કરી માંગ?
- રાજ્યસભામાં સાંસદ Shaktisinh Gohil એ મુદ્દો ઉઠાવ્યો
- જૂનાગઢમાંથી પસાર થતી રેલવેલાઈનથી સમસ્યાનો મુદ્દો રજૂ કર્યો
- રેલવે લાઈન પસાર થતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા: શક્તિસિંહ
- "બાયપાસ રેલવે લાઈન નાંખવાથી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે"
Shaktisinh Gohil Speaks on Junagadh Traffic:ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો મુદ્દો આજે રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil ) ગૃહમાં જૂનાગઢમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે સર્જાતી મુશ્કેલીઓ તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું. તેમણે તાત્કાલિક ધોરણે બાયપાસ રેલવે લાઇન (Bypass railway lin) નાંખીને શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યા (Traffic Problem) માંથી મુક્તિ અપાવવા માટે માંગણી કરી હતી.
Shaktisinh Gohil એ કહ્યું ઐતિહાસિક શહેરમાં ટ્રાફિકની સમસ્યા
સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતનું જૂનાગઢ એક અતિ મહત્વનું અને ઐતિહાસિક પર્યટન સ્થળ છે, જ્યાં દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. જોકે, શહેરની મધ્યમાંથી રેલવે લાઇન પસાર થવાના કારણે અહીંના સ્થાનિકો અને પ્રવાસીઓએ રોજબરોજ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે, શહેરની અંદરના વિસ્તારમાં જ 7 જેટલા રેલવે ક્રોસિંગ આવેલા છે, અને જો શહેરની બહારના ક્રોસિંગ્સને ગણવામાં આવે તો 11 રેલવે ક્રોસિંગ્સ નાના શહેરની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે.
વારંવાર બંધ થતા ક્રોસિંગથી હાલાકી
શક્તિસિંહ ગોહિલે વધુમાં ઉમેર્યું કે, જ્યારે પણ ટ્રેન પસાર થાય છે ત્યારે આ તમામ રેલવે ક્રોસિંગ્સ વારંવાર બંધ કરવા પડે છે, જેના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. ઉલ્લેખનીય છે કે આ માત્ર સમયનો વ્યય નથી, પરંતુ ક્યારેક ઈમરજન્સી વાહનોને પણ પારાવાર મુશ્કેલી પડે છે.
બાયપાસ રેલવે લાઇન એ જ એકમાત્ર ઉકેલ!
સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) સરકારને વિનંતી કરી છે કે, જૂનાગઢના નાગરિકોને આ દૈનિક મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે ત્વરિત પગલાં લેવામાં આવે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જૂનાગઢને હાલના રેલવે ક્રોસિંગની જરૂરિયાતથી સંપૂર્ણ મુક્ત કરવા માટે બાયપાસ રેલવે લાઇન બનાવવી એ જ એકમાત્ર વ્યવહારુ અને કાયમી ઉકેલ છે. આ બાયપાસ લાઇનના નિર્માણથી શહેરના ટ્રાફિકને રાહત મળશે અને ઐતિહાસિક શહેરની ગરિમા જળવાઈ રહેશે.
આ પણ વાંચોઃ Bhavnagar: મૃતક સોનલબેનનો પરિવાર SP ઓફિસે, સગીર ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ