Jamnagar Rain: રણજીત સાગરડેમ ઓવર ફલો થતા નવા નીરના વધામણાં
- જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ
- જોડીયામાં સાડા 7 ઇંચ વરસાદથી જળબંબાકાર
- કાલાવડમાં પોણા 5 ઇંચ, જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ
- જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી બે ડેમ છલકાયા
- જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ છલકાયો
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લામાં પોણા ઈંચથી માંડી સાડા સાત ઈંચ વરસાદ પડ્યો હતો. જોડીયામાં જળબંબાકાર થઈ જવા પામ્યું હતું. સાડા સાત ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. કાલાવડમાં પોણા ઈંચ અને જામજોધપુરમાં અઢી ઈંચ વરસાદ, ધ્રોલમાં પોણો ઈંચ, જામનગર અને લાલપુરમાં પોણા બે ઈંચ, જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી બે ડેમ છલકાયા હતા. જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા રણજિત સાગર ડેમ છલકાયો હતો. વાગડીયા ડેમ છલોછલ, રંગામતી ડેમ 80 ટકા ભરાયો, જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા.
જીવાદોરી સમાન છે રણજિત સાગર ડેમ
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લામાં પોણા ઈંચથી માંડીને સાડા સાત ઈંચ વરસાદથી જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતો રણજિત સાગર ડેમ છલકાયો હતો. શહેરીજનો માટે જીવદોરી સમાન રણજિત સાગ ડેમ છલકાયો હતો. જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોને સચેત કરાયા હતા. 27 ફૂટ સપાટીએ રણજિત સાગર ડેમ છલકાયો હતો.
આ પણ વાંચોઃ Gujarat Weather : હવામાન વિભાગની સાત દિવસ ભારે વરસાદની આગાહી, 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
પદાધિકારીઓ દ્વારા નવા નીરના વધામણા કર્યા
જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવર ફ્લો થતા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. મેયર, પાલિકાના અધિકારી તથા પદાધિકારીઓ દ્વારા નવા નીરના વધામણાં કર્યા હતા. જામનગર પ્રાથમ નાગરિક મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશ્નર તેમજ ભાજપના વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. પ્રથમ વરસાદે જ જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવર ફ્લો થયો હતો.
આ પણ વાંચોઃ Rajkot: સ્થાનિકોને ઘર ખાલી કરવા નોટિસ આપતા હોબાળો, લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માગ


