Telangana માં પોલીસને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 માઓવાદી માર્યા ગયા
- છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર
- છત્તીસગઢ અને Telangana ની સરહદ પર થયું
- એન્કાઉન્ટરમાં 7 નક્સલવાદીઓ માર્યા ગયા
- આ એન્કાઉન્ટર મુલુગુ જિલ્લાના ઇથુરુનાગ્રામમાં થયું
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું છે, જેમાં 7 માઓવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર મુલુગુ જિલ્લાના ઇથુરુનાગ્રામમાં થયું હતું. મુલુગ જિલ્લો છત્તીસગઢની સરહદ પર આવે છે અને તેલંગાણા (Telangana)ની સરહદે આવે છે. એન્કાઉન્ટરની માહિતી મુલુગુ જિલ્લાના એસપી ડૉ. શબરીશ દ્વારા આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ચાલપાકા પાસેના જંગલ વિસ્તારમાં થયેલા આ ફાયરિંગમાં 7 માઓવાદીઓ માર્યા ગયા. તેલંગાણા (Telangana) ગ્રેહાઉન્ડ્સ અને માઓવાદી વિરોધી ટુકડીએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. માર્યા ગયેલાઓમાં માઓવાદીઓના અગ્રણી નેતાઓ પણ સામેલ છે. તમામ મૃતકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
In a massive encounter in Mulugu district, Telangana, Greyhounds forces killed seven Maoists, including key leader Badru. The incident occurred near the Chalpak forest area. The security forces also recovered two AK-47 rifles pic.twitter.com/D0qt95DmSc
— IANS (@ians_india) December 1, 2024
શુક્રવાર-શનિવારે 19 નક્સલવાદીઓની ધરપકડ...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે અને શનિવારે પણ બીજાપુરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે 13 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે 6 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 196 મી બટાલિયન નક્સલવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનમાં સામેલ હતી. CRPF ની કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન કોબ્રા યુનિટે પણ આ ઓપરેશનમાં સહકાર આપ્યો હતો.
આ પણ વાંચો : Chennai એરપોર્ટ ફરી ખુલ્યું, Cyclone 'Fengal' ટૂંક સમયમાં નબળું પડવાની ધારણા
સ્થાનિક પોલીસ અને CRPF ની સંયુક્ત કામગીરી...
આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસે પણ CRPF નો સાથ આપ્યો હતો. તમામ 19 નક્સલવાદીઓને ગલગામ, નાડાપલ્લી અને ફુટાપલ્લીના જંગલોમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી હથિયારો અને માઓવાદી પ્રચાર સામગ્રી પણ મળી આવી હતી. શુક્રવારે ધરપકડ કરાયેલા 13 નક્સલવાદીઓમાંથી 3 નક્સલવાદીઓ તારેમમાંથી ઝડપાયા હતા. અવપલ્લી અને જંગલમાંથી 5-5 ઝડપાયા હતા. કોસા પુનમ ઉર્ફે હડમા નામના નક્સલવાદી પર 2 લાખ રૂપિયાનું ઈનામ હતું.
આ પણ વાંચો : Delhi માં ગાઢ ધુમ્મસ, તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું; જાણો દેશના અન્ય ભાગોમાં કેવું રહેશે હવામાન?
આ 6 નક્સલવાદીઓ શનિવારે ઝડપાયા હતા...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 21 વર્ષીય લક્ષ્મણ દૂધી, 37 વર્ષીય દેવા સોઢી, 42 વર્ષીય નરસિમ્મા સુંકર ઉર્ફે નરસિમ્હા શંકર, 29 વર્ષીય મોહન રાવ ઓલ, 25 વર્ષીય પૂર્ણાગરાજ શુકર અને 28 વર્ષીય ગોપાલ સુંકરની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તે તમામ જન મિલિશિયાના સભ્યો હતા.
આ પણ વાંચો : Rajasthan : CM ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, જો હવે બળજબરી ધર્મ પરિવર્તન કરશો તો ખેર નહીં...


