Gujarat: વિદ્યાર્થીઓની કુટેવ, ગતિવિધિઓ પર નજર રાખવા જાસુસી કરાવો: સંચાલક મંડળ
- Seventh Day School: ગુજરાત રાજ્ય શાળા મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને કેટલાક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યા
- વાર્ષિક ઉત્સવ પ્રકારના કાર્યક્રમમાં બોલીવુડ અને હોલીવુડના ગીતો પર પરફોર્મન્સ બંધ થવા જોઈએ
- શાળાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારની ઉપચાર પ્રક્રિયાથી પરિચિત કરવા માટે તાલીમ આપવી
Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનાં વિદ્યાર્થીની હત્યા બાદ સંચાલકોમાં ચિંતા મુકાયા છે. આ પ્રકારની ઘટના ગમે ત્યારે અને ગમે ત્યાં બની શકે એ પ્રકારનો ડર ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના સંચાલકોને સતાવી રહ્યો છે. જેથી હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુટેવ અંગે જાણકારી મેળવવા અને તેની ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે માટે ખાનગી રાહે જાસુસી કરાવવા માટે સૂચન કર્યું છે. ગુજરાત રાજ્ય શાળા મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને કેટલાક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યા છે. જે પૈકી સૌથી મહત્વનું અને ધ્યાન આકર્ષક સુચન, જાસુસી અંગેનું છે.
વાર્ષિક ઉત્સવ પ્રકારના કાર્યક્રમમાં બોલીવુડ અને હોલીવુડના ગીતો પર પરફોર્મન્સ બંધ થવા જોઈએ
આ બાબતે સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સ્પષ્ટતા કરી કે જાસુસી વિદ્યાર્થીઓ આસપાસ તેમની ગતિવિધિ અને તેમના વર્તન અંગે સચોટ જાણકારી મેળવી શકાય છે. શાળા આર્થિક રીતે સક્ષમ હોય તેવા સંચાલકો આ પ્રકારે વિચારી શકે છે, કારણ કે આમ કરવાથી ટીખળખોર કે કોઈ ખરાબ આદત હોય એવા વિદ્યાર્થીઓની ઓળખ થઈ શકે, જેના આધારે સપ્તાહમાં એકવાર ખાનગી રહે જાસુસ મારફતે મળેલ માહિતીના આધારે ઉપચારાત્મક પગલાં લઈ શકાય.
Ahmedabad : "શાળાએ જાસૂસી એજન્સીની મદદ લેવી જોઈએ! । Gujarat First
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સંચાલકોમાં ચિંતા
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને કર્યા સૂચન
શાળાના વિદ્યાર્થીઓની ગતિવિધિ પર નજર રાખવા સૂચન
શાળા સંચાલક મંડળે જાસૂસી એજન્સીની મદદ… pic.twitter.com/gHtEfX49js— Gujarat First (@GujaratFirst) August 29, 2025
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી વિવિધ પ્રકારના 20 જેટલા સૂચન કરવામાં આવ્યા
26 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને અમદાવાદના શાળા સંચાલકોની ચિંતન શિબિર બેઠક મળી હતી જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલકોને બાળકોને સલામતી સુરક્ષા સંદર્ભે સૂચનો માંગ્યા હતા જે અનુસંધાને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી વિવિધ પ્રકારના 20 જેટલા સૂચન કરવામાં આવ્યા છે. જેમાં શાળાઓનાં વિવિધ કાર્યક્રમો અથવા તો વાર્ષિક ઉત્સવ પ્રકારના કાર્યક્રમમાં બોલીવુડ અને હોલીવુડના ગીતો પર પરફોર્મન્સ બંધ થવા જોઈએ, સાથે જ શાળાઓમાં બિનજરૂરી દિવસોની ઉજવણી બંધ કરવી જોઈએ. ભારતીય સંસ્કૃતિની શોભે અને બાળકોમાં સંસ્કાર સિંચન થાય એ પ્રકારના ગીતો અને પ્રવૃત્તિઓ શાળા પરિસરમાં થવી જોઈએ એ પ્રકારનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
Seventh Day School: શાળાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારની ઉપચાર પ્રક્રિયાથી પરિચિત કરવા માટે તાલીમ આપવી
ઉપરાંત શાળા મંડળે શાળાના 10 મિનિટના અંતરમાં હોય તેવા કોઈ ડોક્ટર / દવાખાના સાથે M.O.U કરીને 365 દિવસ તે ડોક્ટર / દવાખાના થકી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શાળા સમય દરમિયાન કોઈ ઘટના કે દુર્ઘટના બને તો ઝડપી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. શાળાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારની ઉપચાર પ્રક્રિયાથી પરિચિત કરવા માટે તાલીમ આપવી જોઈએ.
વિદ્યાર્થીઓના બેગની તપાસ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે
શાળાના ઘણા વાલી, તેમાં પણ બહેનો કે જે જેમની પાસે સમયની અનુકુળતા હોય તેવા સ્નાતક કે અનુસ્નાતક બહેનોને સ્વૈચ્છિક રીતે તેમની સેવાઓ શાળાઓને મળે તે માટે માટે "કોટમિત્ર” ની જેમ 'વર્ગમિત્ર" કે પછી "સ્વજનમિત્ર” ના નામથી ઓળખ આપીને શાળાના તોફાની વિદ્યાર્થીઓ તથા અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ માટે માનદ સેવા લઈ શકાય અને શાળાના વાર્ષિક કાર્યક્રમમાં શાળામિત્ર કે સ્વજનમિત્ર ની સેવાઓને બિરદાવી શકાય. સરકારના નિયમો મુજબ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પાનના ગલ્લા કે ખાણીપીણીની લારીઓ હોય તો તે ઉપાડી લેવા માટે શાળા સંચાલકે નજીકના પોલીસ સ્ટેશન અને કોર્પોરેશનની ઝોનલ કચેરીમાં લેખિત જાણ કરી ખસેડી લેવા જોઈએ. આ સિવાય શાળામાં મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ અને સમયાંતરે ઓચિંતી વિદ્યાર્થીઓના બેગની તપાસ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.
અહેવાલ: અર્પિત દરજી, અમદાવાદ
આ પણ વાંચો: Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ આપ્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ


