Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar માં તીવ્ર ગરમી, તમામ શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ 8 જૂન સુધી બંધ...

બિહાર (Bihar)માં કાળઝાળ ગરમીને કારણે બુધવારે ઘણી સ્કૂલોમાં બાળકો બેહોશ થઇ ગયા હતા. જે બાસ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, બિહાર (Bihar)ના CM નીતિશ કુમારે મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાને શાળાઓ બંધ કરવાની સૂચના આપી છે. બિહાર (Bihar)માં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં...
bihar માં તીવ્ર ગરમી  તમામ શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ 8 જૂન સુધી બંધ
Advertisement

બિહાર (Bihar)માં કાળઝાળ ગરમીને કારણે બુધવારે ઘણી સ્કૂલોમાં બાળકો બેહોશ થઇ ગયા હતા. જે બાસ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, બિહાર (Bihar)ના CM નીતિશ કુમારે મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાને શાળાઓ બંધ કરવાની સૂચના આપી છે. બિહાર (Bihar)માં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને 30 મેથી 8 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જારી કરવામાં આવ્યો છે. આદેશમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોચિંગ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રોને 8 જૂન સુધી બંધ રાખવામાં આવશે.

ગરમીના કારણે બાળકો બેહોશ થઈ ગયા હતા...

આ પહેલા બુધવારે શેખપુરા અને બેગુસરાય જિલ્લાની સરકારી શાળાઓના ઘણા બાળકો ગરમીને કારણે બેહોશ થઇ ગયા હતા. બિહાર (Bihar)માં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન મંગળવારે ઔરંગાબાદ જિલ્લામાં 47.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Advertisement

Advertisement

બિહાર ભારે ગરમીની ઝપેટમાં છે...

બિહાર (Bihar) ભારે ગરમીની ઝપેટમાં છે અને બુધવારે રાજ્યમાં ઘણા સ્થળોએ દિવસનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. બિહાર (Bihar)ના મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાએ બુધવારે રાજ્યમાં ભારે ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. શેખપુરા જિલ્લાની માનકૌલ મિડલ સ્કૂલના હેડમાસ્ટર સુરેશ પ્રસાદે જણાવ્યું કે, 'બુધવારે ભારે ગરમીના કારણે પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે લગભગ 6-7 વિદ્યાર્થીઓ બેહોશ થઇ ગયા. અમે પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હીટ વેવની સ્થિતિ ક્યાં સુધી રહેશે?

બેગુસરાઈ અને મોતિહારીમાં પણ શાળાઓમાં વિદ્યાર્થીઓના બેહોશ થવાના બનાવો નોંધાયા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી ગરમીની લહેર યથાવત રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : Monsoon Update : ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળશે, જાણો તમારા રાજ્યમાં ક્યારે આવશે ચોમાસું?

આ પણ વાંચો : Delhi Heat Wave : Delhi-NCR માં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, તાપમાન 52 ડિગ્રીને પાર…

આ પણ વાંચો : Madhy Pradesh : પરિવારના 8 સભ્યોની હત્યા કરી આરોપીએ કર્યું એવું કે પોલીસ પણ ચોંકી…

Tags :
Advertisement

.

×