Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અબજોપતિની યાદીમાં પહેલીવાર શાહરૂખ ખાનની એન્ટ્રી, મુકેશ અંબાણી નંબર-1 બરકરાર

હાલમાં જાહેર થયેલી M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર, ભારતીય અબજોપતિઓની સંખ્યા વધીને 350થી વધુ થઈ ગઈ છે.
અબજોપતિની યાદીમાં પહેલીવાર શાહરૂખ ખાનની એન્ટ્રી  મુકેશ અંબાણી નંબર 1 બરકરાર
Advertisement
  • Hurun Rich List:  ભારત હવે અબજોપતિની સંખ્યા વધી
  • હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં શાહરૂખ ખાનની એન્ટ્રી
  • ભારતીય અબજોપતિઓની સંખ્યા વધીને 350થી વધુ થઈ

ભારત હવે વિશ્વના અરબપતિઓ માટેનું નવું કેન્દ્ર બની રહ્યું છે. દેશમાં અબજોપતિઓની સંખ્યામાં વર્ષ-દર-વર્ષે જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જાહેર થયેલી M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર, ભારતીય અબજોપતિઓની સંખ્યા વધીને 350થી વધુ થઈ ગઈ છે, જે છેલ્લા 13 વર્ષમાં છ ગણાથી પણ વધારે છે.આ લિસ્ટમાં ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 9.55 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે તેઓ ફરીથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

Hurun Rich List:    ભારતીય અબજોપતિઓની સંખ્યા વધી

નોંધનીય છે કે બીજા સ્થાને ગૌતમ અદાણી અને પરિવાર 8.15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે છે. જોકે, આ લિસ્ટમાં સૌથી ખાસ વાત એ છે કે રોશની નાદર મલ્હોત્રાએ 2.84 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પહેલીવાર ટોપ-3માં સ્થાન મેળવ્યું છે અને તે આ યાદીમાં સર્વોચ્ચ ક્રમ મેળવનાર મહિલા અબજોપતિ બનીને ઇતિહાસ રચ્યો છે.

Advertisement

Hurun Rich List:  અબજોપતિઓની યાદીમાં શાહરૂખ ખાનની એન્ટ્રી

આ વખતે રિચ લિસ્ટમાં બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 12,490 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે શાહરૂખ ખાન પહેલીવાર ભારતના ટોચના અરબપતિઓના ક્લબમાં સામેલ થયા છે. બીજી તરફ, 31 વર્ષીય અરવિંદ શ્રીનિવાસ ભારતના સૌથી યુવા અરબપતિ બન્યા છે.આ લિસ્ટમાં સમાવિષ્ટ અરબપતિઓની કુલ સંપત્તિ 167 લાખ કરોડ રૂપિયા છે, જે ભારતની જીડીપીના લગભગ અડધા જેટલી છે. અરબપતિઓ માટે મુંબઈ ફરી એકવાર ટોચનું હબ રહ્યું છે, જ્યાં 451 સૌથી ધનિક વ્યક્તિઓ રહે છે.

Advertisement

આ  પણ વાંચો:  RSS શતાબ્દી સમારોહ: સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ - PM Modi

Tags :
Advertisement

.

×