Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shakti Cyclone: ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું તોળાતું સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી

Shakti Cyclone: 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યૂ-ટર્ન લેશે વાવાઝોડું 8 ઓક્ટોબરે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ પડશે Shakti Cyclone: ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ છે. જેમાં 6 ઓક્ટોબરે ગુજરાત તરફ વાવાઝોડું યૂ-ટર્ન લેશે. ગુજરાત તરફ...
shakti cyclone  ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું તોળાતું સંકટ  જાણો હવામાન વિભાગની આગાહી
Advertisement
  • Shakti Cyclone: 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યૂ-ટર્ન લેશે વાવાઝોડું
  • 8 ઓક્ટોબરે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
  • દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ પડશે

Shakti Cyclone: ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ છે. જેમાં 6 ઓક્ટોબરે ગુજરાત તરફ વાવાઝોડું યૂ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડશે. 8 ઓક્ટોબરે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદની આગાહી સાથે સુરત, નવસારીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું ખૂંખાર બન્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું ખૂંખાર બન્યું છે. જ્યાં પવનની ગતિ 125 કિલોમીટર પર પહોંચી છે. જ્યારે હજુ પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે. પવનની ગતિ 135 કિમી સુધી પહોંચવાની સંભાવના છે. વાવાઝોડું 13 કિમીની ઝડપથી પશ્ચિમમાં ગતિ કરી રહ્યું છે. બીજી બાજુ, વાવાઝોડું દ્વારકાથી 510 કિમી, નલિયાથી 500 કિમી દૂર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 36 કલાકમાં શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ વળાંક લેશે. વળાંક લીધા બાદ તે ગુજરાત તરફ ગતિ કરશે. જ્યારે વાવાઝોડું વળાંક લીધા બાદ નબળું પડી શકે છે. ઉપરાંત 3 દિવસ દરિયાકાંઠે 65 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

Advertisement

Advertisement

Shakti Cyclone: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી

અરબી સમુદ્રમાં સર્જાયેલા 'શક્તિ' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા પર અસર જોવા મળી રહી છે. દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા જોવા મળ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા કડક સુચના અપાઈ છે. સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જતા સૂચના બહાર પડાઈ છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વાવાઝોડું આવે ત્યારે ભારે વરસાદથી શહેરોમાં પાણી ભરાઈ શકે છે

વાવાઝોડું આવે ત્યારે ભારે વરસાદથી શહેરોમાં પાણી ભરાઈ શકે છે, વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે અને ગામડાઓમાં ખેતીને નુકસાન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને કપાસ અને રવિ પાક પર ભારે અસર પડે છે. ગુજરાત પરથી ચોમાસાએ હજુ સંપૂર્ણપણે વિદાય નથી લીધી અને એવામાં હવે વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ 6 ઓક્ટોબરે તેની દિશા પરિવર્તિત થઈ ગુજરાત તરફ ફંટાઈ શકે છે. જો કે, ગુજરાત તરફ વળ્યા બાદ વાવાઝોડું ધીમું પડશે. 7, 8 અને 9 ઓક્ટોબરે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 5 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×