Sharad Poonam : શરદ પૂનમે ભારતમાં દેખાશે ચંદ્ર ગ્રહણ..!
હિન્દુ ધર્મમાં તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણા દેશમાં અમાવસ્યા અને પૂર્ણિમાનું પણ ખાસ મહત્વ છે. આ વખતે શરદ પૂનમ છે , જે શરદ ઋતુના આગમનની નિશાની છે. આ વખતે અશ્વિન શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 28 ઓક્ટોબર એટલે કે શનિવારે આવી રહી છે. આ દિવસે તમામ મહિલાઓ ભગવાન ચંદ્રદેવની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે અને તેમના પરિવારની સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. જો કે આ દિવસે સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે અને તે ભારતમાં પણ જોવા મળશે. જો કે આ વખતે પ્રશ્ન એ છે કે શરદ પૂનમે ખુલ્લા આકાશમાં ચંદ્રની નીચે દૂધ પૌંઆ મુકીને ત્યારબાદ તેને આરોગવાનો રિવાજ છે પણ ચંદ્રગ્રહણના કારણે દૂધ પૌંઆ ખુલ્લા આકાશની નીચે મુકી શકાશે કે કેમ..
પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણની છાયા
આ વખતે અશ્વિન શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 28 ઓક્ટોબર એટલે કે શનિવારે આવી રહી છે. પૂર્ણિમા તિથિ બપોરે 1.54 વાગ્યા સુધી ચાલશે. પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ છે. આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં છે કે દૂધ પૌંઆ બનાવવા કે નહીં. જો બનાવવા તો તેને ખુલ્લા આકાશમાં ક્યારે રાખવા? તમે વિચારતા હશો કે દૂધ પૌંઆ ખુલ્લા આકાશમાં શા માટે રાખવામાં આવે છે, તો ચાલો તમને તેની પાછળનું કારણ જણાવીએ.
દૂધ પૌંઆ ખુલ્લા આકાશમાં કેમ રાખવામાં આવે છે?
શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદની ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં કેટલાક એવા તત્વો હોય છે જે આપણા શરીર અને મનને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. વાસ્તવમાં, આ દિવસે ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે ચંદ્રના પ્રકાશ અને તેમાં રહેલા તત્વોની સીધી અને સકારાત્મક અસર પૃથ્વી પર પડે છે અને તમે આ પહેલાથી જ જાણો છો,ચંદ્ર મનનો કારક છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તે સ્વાભાવિક છે કે તે આપણા મન પર વધુ અસર કરશે. તેથી, ખીર અથવા દૂધ પૌંઆને આકાશની નીચે ખુલ્લામાં પણ રાખવામાં આવે છે જેથી તેની આપણા પર સંપૂર્ણ હકારાત્મક અસર પડે. પરંતુ આ વખતે ગ્રહણને કારણે તમારા ટેરેસ પર ખુલ્લા આકાશ નીચે દૂધ પૌંઆ રાખવા એ વધુ સારો વિકલ્પ નથી.
આ દિવસે ધાબા પર ખીર રાખો
જો તમે શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌંઆ તૈયાર કરીને તેને ધાબા પર રાખો છો, તો તે તમારા માટે સકારાત્મક ઔષધીય ઉર્જાને બદલે નકારાત્મક ઉર્જા લાવશે અને સંપૂર્ણપણે દૂષિત થઈ જશે. આ દૂષિત દૂધ પૌંઆ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં 27મીની રાત્રે ખીર કે દૂધ પૌંઆને ચાંદનીમાં રાખો. તે ખીર ચંદ્રાસ્ત પછી ખાઓ. આમ કરવાથી દૂધ પૌંઆ દૂષિત નહીં થાય અને તેને ઔષધીય પ્રકાશ મળશે.
આ પણ વાંચો---KANPUR : માત્ર દશેરાના દિવસે ખુલતું રાવણનું મંદિર, વાંચો અહેવાલ


