Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market : શેરબજારમાં તેજી,સેન્સેક્સમાં 231 પોઈન્ટના ઉછાળા સાથ બંધ

શેરબજારમાં તેજી સાથે થયું બંધ સેન્સેક્સ 82,391.72ના અંકે બંધ નિફ્ટી 25 હજારને પાર થયો બંધ Share Market : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર (Share Market)વધારા સાથે બંધ થયું હતું. ત્યારે સેન્સેક્સ (Sensex ) અને નિફ્ટી(Nifty)એ આજે ​​ટ્રેડિંગ...
share market   શેરબજારમાં તેજી સેન્સેક્સમાં 231 પોઈન્ટના ઉછાળા સાથ બંધ
Advertisement
  • શેરબજારમાં તેજી સાથે થયું બંધ
  • સેન્સેક્સ 82,391.72ના અંકે બંધ
  • નિફ્ટી 25 હજારને પાર થયો બંધ

Share Market : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર (Share Market)વધારા સાથે બંધ થયું હતું. ત્યારે સેન્સેક્સ (Sensex ) અને નિફ્ટી(Nifty)એ આજે ​​ટ્રેડિંગ દરમિયાન તાજી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.28 ટકા અથવા 231 પોઇન્ટના વધારા સાથે 82,365 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર લીલા નિશાન પર અને 8 શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 0.33 ટકા અથવા 83 પોઇન્ટના વધારા સાથે 25,235 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 41 શેર લીલા નિશાન પર અને 9 શેર લાલ નિશાન પર હતા.

ઓગસ્ટ મહિનાના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયું હતું. બેન્કિંગ, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ખરીદીને કારણે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ અદભૂત ઉછાળા પછી, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પણ રૂ. 464.40 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયું છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો-નીતા અંબાણીએ RIL AGM માં કહ્યું દેશને ખેલક્ષેત્રે પાવરહાઉસ બનાવવામાં આવશે

આ શેર્સમાં સૌથી વધુ વધારો

શુક્રવારે નિફ્ટી પેક શેરોમાં સૌથી મોટો વધારો સિપ્લામાં 2.33 ટકા, બજાજ ફાઇનાન્સમાં 2.07 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.97 ટકા, ડિવિસ લેબમાં 1.84 ટકા અને NTPCમાં 1.78 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં 1.13 ટકા, HDFC બેન્કમાં 0.78 ટકા, ટેક મહિન્દ્રામાં 0.72 ટકા, કોલ ઈન્ડિયામાં 0.68 ટકા અને રિલાયન્સમાં 0.56 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ પણ  વાંચો-રજિસ્ટર્ડ કસ્ટમર બેઝનો આંક 300 Million ગ્રાહકોના સીમાચિહ્નને સર કર્યો

જાણો કયા ક્ષેત્રમાં શું છે સ્થિતિ

આજના કારોબારની વાત કરીએ તો, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 1.60 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 1.45 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.22 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 1.39 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.31 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.21 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.54 ટકા, નિફ્ટી 40 ટકા મેટલ, નિફ્ટી આઇટી 0.56 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.27 ટકા, નિફ્ટી ઓટો 0.75 ટકા અને નિફ્ટી બેન્ક 0.39 ટકા વધ્યા હતા. આ સિવાય નિફ્ટી મીડિયા 0.56 ટકા અને નિફ્ટી એફએમસીજી 0.08 ટકા ઘટ્યા છે.

Tags :
Advertisement

.

×