Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market Crash :શેરબજારમાં ભૂકંપ, Sensex માં 1500 પોઈન્ટનો કડાકો

નિફ્ટી 474  પોઈન્ટથી વધુ તૂટ્યો સેન્સેક્સ કડાકા બાદ 79,603.20 અંક સાથે ખૂલ્યો નિફ્ટી 24,304.50 અંક સાથે થયો ઓપન Share Market Crash :અમેરિકામાં મંદીના અવાજને કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ (Share Market Crash )આવ્યો છે..સેન્સેક્સે 1500 પોઈન્ટનો કડાકો લીધો, નિફ્ટીએ પણ...
share market crash  શેરબજારમાં ભૂકંપ  sensex માં 1500 પોઈન્ટનો કડાકો
Advertisement
  1. નિફ્ટી 474  પોઈન્ટથી વધુ તૂટ્યો
  2. સેન્સેક્સ કડાકા બાદ 79,603.20 અંક સાથે ખૂલ્યો
  3. નિફ્ટી 24,304.50 અંક સાથે થયો ઓપન

Share Market Crash :અમેરિકામાં મંદીના અવાજને કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ (Share Market Crash )આવ્યો છે..સેન્સેક્સે 1500 પોઈન્ટનો કડાકો લીધો, નિફ્ટીએ પણ ઝટકો લીધો.જ્યારે પ્રી-ઓપનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો, જ્યારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઘટી ગયા હતા. BSE સેન્સેક્સ 80,000 ની નીચે ખુલ્યો.

આજે ખુલતાની સાથે જ સેન્સેક્સ કડાકો

સોમવારે શેરબજાર (stockmarketcrash)ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના બંધની સરખામણીએ 1200 પોઈન્ટના ઘટાડા સાથે 79,700.77 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 79,700.77 -50 પર ખુલ્યો હતો પણ 424 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. અગાઉ ગયા શુક્રવારે ભારતીય શેરબજારમાં સુનામી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 885.60 પોઈન્ટ અથવા 1.08% ઘટીને 80,981.95 પર બંધ થયો. જ્યારે નિફ્ટી50ની વાત કરીએ તો તે 293.20 પોઈન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ રહ્યો હતો.

Advertisement

Advertisement

નિફ્ટીમાં 2.02 ટકાનો  ઘટાડો

પ્રી-ઓપનિંગમાં જ એવા સંકેતો હતા કે શેરબજાર કેવું વલણ ધરાવે છે. વાસ્તવમાં, પ્રી ઓપનમાં સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 700 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલ્યાની માત્ર 10 મિનિટની અંદર, પ્રારંભિક ઘટાડો વધુ વધ્યો, જેના કારણે સેન્સેક્સ 1,585.81 પોઈન્ટ અથવા 1.96% ઘટીને 79,396.14 ના સ્તરે, જ્યારે નિફ્ટી 499.40 પોઈન્ટ અથવા 2.02% ઘટીને 24,218 ના સ્તર પર આવી ગયો.

આ પણ  વાંચો -Stock Market Crash: શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 886 પોઈન્ટનો કડાકો

શુક્રવારના રોજ આટલા પૈસા ગુમાવ્યા હતા

શુક્રવારે ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોને રૂ. 4.56 લાખ કરોડનું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે શુક્રવારે BSE હેઠળ રોકાણકારોના મૂલ્યમાં રૂ. 4.56 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો  -  Tel Aviv માં રહેલા ભારતીયો માટે ભારતીય Embassy એ જાહેર કરી આ Advisory

 અમેરિકામાં શું થયું?

હકીકતમાં, અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. તે જ સમયે, આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરી બન્યું છે, જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.

વિશ્વભરના બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો

તમને જણાવી દઈએ કે ભારે વેચવાલીથી વિશ્વભરના બજારો હાલમાં ભયંકર ઘટાડાનો સામનો કરી રહ્યા છે. ડાઉ જોન્સ 1.51%, S&P 500 1.84%, Nasdaq 2.38%, FTSE 1.31%, DAX 2.33%, CAC 1.61% અને Nikkei 225 માં 7 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો - General Insurance:સરકારી વીમા કંપનીઓનું નુકસાન માંથી બહાર આવી રહી છે : નાણા મંત્રાલય

આ 10 શેર સૌથી મોટો ઘટાડો

શેરબજારમાં આવેલા ભૂકંપ વચ્ચે BSEના 30માંથી 28 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો સૌથી વધુ ઘટતા 10 શેરની વાત કરીએ તો લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ ટાટા ગ્રૂપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સનો શેર 4.28%, ટાટા સ્ટીલ શેર 3.89%, મારુતિ શેર 3.19%, અદાણી પોર્ટ શેર 3.26%, જેએસડબ્લ્યુ. સ્ટીલ શેર 3.21%, SBI શેર 3.19%, M&M શેર 3.15%, ટાઇટન 3.10%, LT શેર 3% અને રિલાયન્સ શેર 2.27% ઘટ્યો હતો.

Tags :
Advertisement

.

×