Share Market:શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યો,સેન્સેક્સમાં 103 પોઈન્ટનો ઉછાળો
- શેરબજારમાં મામૂલી વધારા સાથે ખૂલ્યો
- સેન્સેક્સમાં 103 પોઈન્ટનો ઉછાળો
- નિફ્ટી 32.60 પોઇન્ટના વધારા
Share Market:શેરબજાર(Share market)માં આજે ફરી એકવાર હકારાત્મક શરૂઆત જોવા મળી હતી. મંગળવારે BSE સેન્સેક્સ 281.12 પોઈન્ટના વધારા સાથે 80,529.20 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 91.45 પોઈન્ટના વધારા સાથે 24,367.50 પોઈન્ટ પર ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે બજારમાં એકદમ સપાટ શરૂઆત જોવા મળી હતી. ગઈકાલે સેન્સેક્સ ઘટાડા સાથે લાલ રંગમાં ખુલ્યો હતો જ્યારે નિફ્ટી હળવા વધારા સાથે લીલા રંગમાં ખુલ્યો હતો.
નિફ્ટી 146.15 પોઈન્ટના ઉછાળો
અઠવાડિયાના પ્રથમ દિવસે, લાંબા સમય સુધી ફ્લેટ રહ્યા પછી, છેલ્લા કલાકોમાં ખરીદીનો દબદબો રહ્યો અને બજાર સારા ફાયદા સાથે લીલા રંગમાં બંધ થયું. ગઈકાલે BSE સેન્સેક્સ 445.29 પોઈન્ટ વધીને 80,248.08 પોઈન્ટ અને નિફ્ટી 146.15 પોઈન્ટના ઉછાળા સાથે 24,277.25 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આ પણ વાંચો -ખુશીના સમાચાર,RBI કરી શકે છે વ્યાજ દરોમાં ઘટાડો!
સેન્સેક્સની 23 કંપનીઓએ લીલા નિશાનમાં
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 23 કંપનીઓના શેર લીલા નિશાનમાં ખુલ્યા હતા જ્યારે બાકીની 6 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીજી તરફ, નિફ્ટી 50ની 50માંથી 40 કંપનીઓના શેર્સે લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું જ્યારે 10 કંપનીઓના શેર્સે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સેન્સેક્સ કંપનીઓમાં JSW સ્ટીલના શેર સૌથી વધુ 0.98 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. ITCના શેર 1.97 ટકાના મહત્તમ ઘટાડા સાથે ખુલ્યા હતા અને બજાજ ફિનસર્વના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા હતા.
આ પણ વાંચો -Share Market : આજે આ શેરોમાં તેજીની સંભાવના! કંપનીઓને મળ્યા મોટો ઓર્ડર
જે શેરો ખોટ સાથે વેપાર કરવા લાગ્યા
બીજી તરફ ટાઇટનના શેર 0.77 ટકા, પાવર ગ્રીડ 0.38 ટકા, ICICI બેન્ક 0.30 ટકા, મારુતિ સુઝુકી 0.02 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.01 ટકા ઘટીને બંધ થયા છે.


