Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market:શેરબજારમાં તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 602 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં તોફાની તેજી સાથે બંધ સેન્સેક્સમાં 602 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીના 14 શેર લાલ નિશાન પર Share Market:સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર (Share Market)ઉછાળા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 0.76 ટકા અથવા 602...
share market શેરબજારમાં તેજી સાથે બંધ સેન્સેક્સમાં 602 પોઈન્ટનો ઉછાળો
Advertisement
  • શેરબજારમાં તોફાની તેજી સાથે બંધ
  • સેન્સેક્સમાં 602 પોઈન્ટનો ઉછાળો
  • નિફ્ટીના 14 શેર લાલ નિશાન પર

Share Market:સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર (Share Market)ઉછાળા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 0.76 ટકા અથવા 602 પોઈન્ટના વધારા સાથે 80,005 પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સ(Sensex)ના 30 શેરોમાંથી 25 શેર લીલા નિશાન પર અને 5 શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 0.65 ટકા અથવા 158 પોઇન્ટના વધારા સાથે 24,339 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી(Nifty)ના 50 શેરોમાંથી 36 શેર લીલા નિશાન પર અને 14 શેર લાલ નિશાન પર હતા.

આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો

નિફ્ટી પેક શેરોમાં આજે સૌથી વધુ વધારો શ્રીરામ ફાયનાન્સમાં 5.43 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 3.96 ટકા, ICICI બેન્કમાં 3.08 ટકા, વિપ્રોમાં 2.83 ટકા અને આઈસર મોટર્સમાં 2.67 ટકાનો વધારો નોંધાયો હતો. આ સમયે, સૌથી મોટો ઘટાડો કોલ ઈન્ડિયામાં 4.08 ટકા, બજાજ ઓટોમાં 2.07 ટકા, એક્સિસ બેન્કમાં 1.35 ટકા, હીરો મોટોકોર્પમાં 1.11 ટકા અને BELમાં 0.95 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Advertisement

આ પણ  વાંચો -Share Market Crash:જો શેરમાર્કેટ 2000 પોઈન્ટ ગગડયું તો! મચી જશે હાહાકાર?

Advertisement

તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં

અઠવાડિયાના પહેલા દિવસે ટ્રેડિંગ સત્રમાં શેરબજારના તમામ લોકલ ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા હતા. નિફ્ટી પીએસયુ બેન્કમાં સૌથી વધુ 3.98 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.38 ટકા, નિફ્ટી મેટલમાં 2.40 ટકા, નિફ્ટી મીડિયામાં 1.92 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી બેન્કમાં 1.09 ટકા, નિફ્ટી ઓટોમાં 0.70 ટકા, નિફ્ટી ફાયનાન્સિયલ સર્વિસિસમાં 0.68 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.61 ટકા, નિફ્ટી આઇટીમાં 0.48 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.43 ટકા, નિફ્ટી રિયલ 184માં 0.43 ટકા. નિફ્ટી હેલ્થકેરમાં ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.30 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગૅસમાં 0.26 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 1.80 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો -Ratan Tata નો પ્રિય શ્વાન ટીટો 10 હજાર કરોડ રૂપિયાનો માલિક બન્યો

શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ અગાઉ શુક્રવારે એટલે કે, 25 ઑક્ટોબરે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 662 પોઈન્ટ 0.83 ટકાના ઘટાડા સાથે 79,402 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 218 પોઈન્ટ 0.90 ટકા ઘટીને 24,180ના લેવલ પર બંધ થયો. આ દરમ્યાન સ્મોલ કેપ 1,307 પોઈન્ટ 2.44 ટકા ઘટીને 52,335ના સ્તરે બંધ રહ્યો હતો.

Tags :
Advertisement

.

×