Share Market :સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ,આ બે શેરમાં તેજી
- શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ
- સેન્સેક્સ 82.79 પોઈન્ટ ઘટાડા સાથે બંધ
- ટાઇટન અને ટાટા મોટર્સ શેરમાં તેજી
Share Market: ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે (Share Market)ઘટાડા સાથે બંધ થયું. ગુરુવારે, BSE સેન્સેક્સ 82.79 પોઈન્ટ (0.10%) ઘટીને 81,361.87 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે NSE નિફ્ટી 50 પણ 18.80 પોઈન્ટ (0.08%) ઘટીને 24,793.25 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે ગઈકાલે સેન્સેક્સ 138.64 પોઈન્ટ (0.17%) ઘટીને 81,444.66 પોઈન્ટ અને નિફ્ટી 41.35 પોઈન્ટ (0.17%) ઘટીને 24,812.05 પોઈન્ટ પર બંધ થયો.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
એશિયા-પેસિફિક બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ રોકાણકારો અમેરિકાની નાણાકીય નીતિ પર નજર રાખી રહ્યા છે, તો બીજી તરફ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ અંગે ચિંતા છે.જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.63% ઘટ્યો, ટોપિક્સ ઇન્ડેક્સ 0.44% ઘટ્યો, કોરિયાનો કોસ્પી પ્રારંભિક વધારા પછી 0.18% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 થોડી નબળાઈ સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
યુએસ ફેડરલ રિઝર્વે ચોથી વખત વ્યાજ યથાવત
બીજી તરફ યુએસમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત બીજા દિવસે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે બેઠક યોજી, જેમાં ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી. દરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે ચોથી વખત વ્યાજ દર 4.25% થી 4.50% પર જાળવી રાખ્યા. ફેડ અધિકારીઓ માને છે કે આર્થિક અનિશ્ચિતતા થોડી ઓછી થઈ હોવા છતાં 2025 માં બે વાર દર ઘટાડાની શક્યતા હજુ પણ છે. 2026 અને 2027 માટે પણ ફક્ત નાના ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
આ પણ વાંચો -Bank લોકરના નવા એગ્રીમેન્ટને કરો રિન્યૂ, નહીતર લોકરને કરી દેવામાં આવશે સીલ!
ટાઇટન અને ટાટા મોટર્સ કંપના શેરમાં વધારો
ટાઇટન અને ટાટા મોટર્સ સહિતની આ કંપનીઓ વધારા સાથે બંધ થઈ. સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ટાઇટનના શેર 0.74 ટકા, મારુતિ સુઝુકી 0.45 ટકા, ભારતી એરટેલ 0.43 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.32 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.31 ટકા, HDFC બેંક 0.13 ટકા અને ટાટા મોટર્સના શેર 0.11 ટકાના વધારા સાથે બંધ થયા.
આ પણ વાંચો -Stock Market : શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો
આ શેર્સમાં વધારો ઘટાડો
ગુરુવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 8 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા. જ્યારે અન્ય તમામ 22 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી ફક્ત 17 કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ અને બાકીની 33 કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 1.57 ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે અદાણી પોર્ટ્સના શેર આજે સૌથી વધુ 2.50 ટકાના ઘટાડા સાથે બંધ થયા.


