Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sheikh Hasina India: બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના ભારતમાં ક્યાં સુધી રહેશે? વિદેશમંત્રીએ આપ્યો આ જવાબ!

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે મૃત્યુદંડની સજા પામેલા બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાનો ભારતમાં રોકાવાનો નિર્ણય વ્યક્તિગત છે. ગયા વર્ષે દેશ છોડવાની ફરજ પડી, તે સંજોગો મહત્વના છે, પરંતુ ભારતમાં રહેવાનો નિર્ણય હસીનાએ પોતે લેવાનો છે. તેમણે ભારત-બાંગ્લાદેશ સંબંધો માટે આશા વ્યક્ત કરી અને કહ્યું કે લોકશાહી પ્રક્રિયામાં નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવી જરૂરી છે.
sheikh hasina india  બાંગ્લાદેશના પૂર્વ pm શેખ હસીના ભારતમાં ક્યાં સુધી રહેશે  વિદેશમંત્રીએ આપ્યો આ જવાબ
Advertisement
  • વિદેશ મંત્રી એસ.જ્યશંકરે શેખ હસીના અંગે આપ્યું મોટું નિવેદન (Sheikh Hasina India)
  • બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાએ ભારતમાં આશરો લઇ રહ્યા છે
  • બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફટકારાઇ છે મૃત્યુદંડની સજા

Sheikh Hasina India: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે (External Affairs Minister S Jaishankar) શનિવારે એક મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનો (Sheikh Hasina)  ભારતમાં રોકાવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. હસીનાને જે પરિસ્થિતિઓના કારણે પોતાનો દેશ છોડવાની ફરજ પડી, તે તેમના આ નિર્ણયમાં મોટો ભાગ ભજવે છે. નોંધનીય છે કે ગયા વર્ષે ઢાકામાં થયેલા વિદ્યાર્થી બળવા દરમિયાન હસીના દેશ છોડીને ભારતમાં આશરો લેવા આવ્યા હતા, અને તાજેતરમાં ઢાકાની એક કોર્ટે તેમની ગેરહાજરીમાં 78 વર્ષીય હસીનાને મૃત્યુદંડની સજા પણ ફટકારી છે.

Advertisement

Sheikh Hasina India : વિદેશ મંત્રી એસ.  જયશંકરે  કહી આ મોટી વાત

જ્યારે વિદેશ મંત્રી જયશંકરને પૂછવામાં આવ્યું કે શું હસીના જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રહી શકે છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું: "તે એક અલગ મુદ્દો છે. તેઓ અમુક ખાસ સંજોગોને કારણે અહીં આવ્યા છે, અને મને લાગે છે કે તેમની સાથે જે થયું તેમાં તે સંજોગો ખૂબ જ મહત્વના છે. પરંતુ અંતે, ભારતમાં રહેવું કે નહીં, તે તેમણે પોતે જ નક્કી કરવાનું છે."

Advertisement

Sheikh Hasina India: વિદેશ મંત્રી એસ.  જયશંકરે બાંગ્લાદેશ પર આપ્યું આ નિવેદન

આ ઉપરાંત, વિદેશ મંત્રીએ કહ્યું તે  ભારત-બાંગ્લાદેશ સંબંધોના ભવિષ્ય વિશે પણ વાત કરી. તેમણે બાંગ્લાદેશની ચૂંટણી પ્રક્રિયાઓ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે, "અમે સાંભળ્યું છે કે બાંગ્લાદેશના લોકો, ખાસ કરીને જેઓ હવે સત્તામાં છે, તેમને ભૂતકાળમાં ચૂંટણી યોજવાની રીતથી ખુશ નહોતા. હવે, જો મુદ્દો લોકશાહી ચૂંટણીનો હોય, તો પહેલું પગલું એ જ હોવું જોઈએ કે નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવામાં આવે." તેમણે અંતમાં આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશ એક લોકશાહી દેશ તરીકે પ્રગતિ કરે અને લોકશાહી પ્રક્રિયા દ્વારા લોકોની ઇચ્છા પૂર્ણ થાય.

આ પણ વાંચો:   Airfare Cap India: ઇન્ડિગો સંકટ વચ્ચે એરલાઇન્સની મોંઘી ટિકિટો પર MoCAએ લગાવ્યો અંકુશ

Advertisement

.

×