Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shibu Soren Passes Away: શિબુ સોરેનના નિધન પર PM Modiએ શોક વ્યક્ત કર્યો, હેમંત સોરેન સાથે કરી વાત

શિબુ સોરેનનું સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું PM Modi એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી શિબુ સોરેનના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે Shibu Soren Passes Away: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ...
shibu soren passes away  શિબુ સોરેનના નિધન પર pm modiએ શોક વ્યક્ત કર્યો  હેમંત સોરેન સાથે કરી વાત
Advertisement
  • શિબુ સોરેનનું સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું
  • PM Modi એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી
  • શિબુ સોરેનના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે

Shibu Soren Passes Away: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક શિબુ સોરેનનું સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો છે.

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતચીત વિશે માહિતી આપી

PM Modiએ પોસ્ટમાં લખ્યું છે કે, શિબુ સોરેન એક જમીન સાથે જોડાયેલા નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે કામ કર્યું. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત હતા. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી.

Advertisement

આદિવાસી સમાજનો અવાજ સંસદમાં પહોંચાડ્યો હતો

શિબુ સોરેનના નિધનના સમાચાર મળતા જ ઝારખંડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. શિબુ સોરેનનું સમગ્ર રાજકીય જીવન આદિવાસી અધિકારો, સામાજિક ન્યાય અને પ્રાદેશિક ઓળખ માટેના સંઘર્ષ માટે સમર્પિત હતું. તેમણે ઝારખંડ રાજ્યના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને આદિવાસી સમાજનો અવાજ સંસદમાં પહોંચાડ્યો હતો.

દિશામ ગુરુ અને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે

શિબુ સોરેનનો જન્મ 11 જાન્યુઆરી1944ના રોજ બિહારના હજારીબાગમાં થયો હતો. તેમને દિશામ ગુરુ અને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીઓના શોષણ સામે તેમનો લાંબો સંઘર્ષ રહ્યો હતો. તેમણે 1977માં પહેલી વાર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, 1980થી તેઓ સતત ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે બિહારથી અલગ ઝારખંડ રાજ્ય બનાવવાની ચળવળમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેઓ ત્રણ વખત (2005, 2008, 2009) ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, પરંતુ એક પણ કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં.

આ પણ વાંચો: મુંબઈથી અમદાવાદ હવે માત્ર 2 કલાકમાં, Bullet Train અંગે રેલવે મંત્રીએ આપ્યું મોટું અપડેટ

Tags :
Advertisement

.

×