ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Palitana માં ચોંકાવનારી ઘટના, શેત્રુંજય બોલી વિવાદમાં વેપારીનું પોલીસ સ્ટેશનમાં આપઘાત

Palitana (ભાવનગર): શેત્રુંજય પર્વતની પ્રખ્યાત ઘી આરતીની 11 લાખ રૂપિયાની બોલીના વિવાદે એક વ્યક્તિનો કરુણ અંત આવ્યો છે. પાલીતાણા પોલીસ સ્ટેશનમાં જ બોલી જીતનાર યોગેશભાઈ ડેઢિયાએ ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી પાલીતાણા શહેરમાં શોકનો માહોલ છવાયો છે.પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન યોગેશભાઈએ અચાનક ખિસ્સામાંથી ઝેરી દવા કાઢીને પી લીધી હતી.
12:05 AM Nov 29, 2025 IST | Mujahid Tunvar
Palitana (ભાવનગર): શેત્રુંજય પર્વતની પ્રખ્યાત ઘી આરતીની 11 લાખ રૂપિયાની બોલીના વિવાદે એક વ્યક્તિનો કરુણ અંત આવ્યો છે. પાલીતાણા પોલીસ સ્ટેશનમાં જ બોલી જીતનાર યોગેશભાઈ ડેઢિયાએ ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી પાલીતાણા શહેરમાં શોકનો માહોલ છવાયો છે.પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન યોગેશભાઈએ અચાનક ખિસ્સામાંથી ઝેરી દવા કાઢીને પી લીધી હતી.

Palitana (ભાવનગર): શેત્રુંજય પર્વતની પ્રખ્યાત ઘી આરતીની 11 લાખ રૂપિયાની બોલીના વિવાદે એક વ્યક્તિનો કરુણ અંત આવ્યો છે. પાલીતાણા પોલીસ સ્ટેશનમાં જ બોલી જીતનાર યોગેશભાઈ ડેઢિયાએ ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી પાલીતાણા શહેરમાં શોકનો માહોલ છવાયો છે.

Palitana પોલીસ સ્ટેશનમાં જ ઝેર પીધું

આજે સવારે લગભગ 10:30 વાગ્યે યોગેશભાઈ ડેઢિયા પાલીતાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની સામે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ફરિયાદ નોંધાઈ હતી કે યોગેશભાઈએ શેત્રુંજયની ઘી આરતીની 11 લાખ રૂપિયાની બોલી જીતી હતી, પરંતુ નિયત સમયમાં રકમ જમા કરાવી નહોતી. આ મુદ્દે પોલીસે યોગેશભાઈને સ્ટેશન બોલાવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન યોગેશભાઈએ અચાનક ખિસ્સામાંથી ઝેરી દવા કાઢીને પી લીધી હતી. પોલીસ કર્મીઓએ તુરંત તેમને સદવિચાર હોસ્પિટલ ખસેડ્યા પરંતુ ડોક્ટરોએ તપાસ કરતાં જ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

શું હતો વિવાદ?

દર વર્ષે શેત્રુંજય તીર્થમાં ચૈત્રી પૂનમના દિવસે ઘી આરતીની બોલી લગાવવામાં આવે છે. આ વર્ષે યોગેશભાઈ ડેઢિયાએ 11 લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. પરંતુ નિયત સમયમાં રકમ જમા ન થતાં આણંદજી કલ્યાણજી પેઢીએ પાલીતાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ જ ફરિયાદની તપાસ માટે યોગેશભાઈને સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.

પરિવાર અને સમાજમાં શોકની લાગણી

યોગેશભાઈ લોધા સમાજના જાણીતા વેપારી હતા અને પાલીતાણામાં તેમનું સારું નામ હતું. તેમના આકસ્મિક નિધનથી લોધા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. સમાજના આગેવાનોએ માંગ કરી છે કે આ મામલાની ઊંડી તપાસ થવી જોઈએ અને જો કોઈ દબાણ કે માનસિક ત્રાસ હોય તો તેનો પર્દાફાશ થવો જોઈએ.

પોલીસની કાર્યવાહી

પાલીતાણા પોલીસે આ ઘટનાને આકસ્મિક મોતના કેસ તરીકે નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બંને પક્ષના નિવેદનો લેવામાં આવશે અને જરૂર પડે તો આણંદજી કલ્યાણજી પેઢીના અધિકારીઓના પણ નિવેદન લેવાશે. આ ઘટનાએ ફરી એક વાર બોલી પ્રથા અને તેના નાણાકીય દબાણના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે.

અનેક રહસ્ય અકબંધ

તેવામાં પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યાં છે. પોલીસ સ્ટેશનમાં શું વાતચીત થઈ, તેને લઈને અત્યાર સુધીમાં કોઈ ખુલાસો થયો નથી. તેથી અનેક રહસ્યો ઉપરથી પડદો ઉઠી શક્યો નથી. કેમ યોગેશભાઈએ અચાનક દવા પી લીધી, તેને લઈને પણ સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો- Dharampur : ચિંતન શિબિરમાં DyCM હર્ષભાઈ સંઘવીએ કરી વાર્લી પેઈન્ટિંગ, આદિવાસી કળાને કરી ઉજાગર

Tags :
Bhavnagar NewsGheeAarti BoliPalitana SuicidePolice Station SuicideShetrunjayYogesh Dedhiya
Next Article