બનાસકાંઠાથી આવ્યા ચોંકાવનારા સમાચાર; રેશનકાર્ડમાં મોટા પ્રમાણમાં ધાંધલી; તંત્રએ લીધો કડક નિર્ણય
- બનાસકાંઠાના તંત્રએ 6300 રેશનકાર્ડ રદ કરી દીધા હોવાના અહેવાલ
- ગેરકાયદેસર રેશનકાર્ડ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયાં પછી તંત્ર એક્શન મોડમાં
- ખોટા દસ્તાવેજ થકી બનાવવામાં આવ્યા છે રેશનકાર્ડ
- ખોટી રીતે લાભ લીધા હશે તો તેમના સામે લેવામાં આવશે કડક પગળા
- બીપીએલ લાભાર્થીઓ બાબતે પણ તંત્ર કરશે તપાસ
પાલનપુર: બનાસકાંઠામાં રેશનકાર્ડ ધારકો સામે તંત્રએ કાર્યવાહી કરી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લાભ લેવા ઘણાં લોકોએ બોગસ ડોક્યુમેન્ટ આપી ગેરકાયદેસર રીતે રેશનકાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવતા તંત્રએ આવા 6300 રેશનકાર્ડ રદ કરી દીધા છે.
સરકારના ધ્યાને આવતા કેન્દ્ર સરકારે 40 હજાર રેશનકાર્ડની યાદી મોકલી હતી જેમાં બનાસકાંઠાના તંત્રએ ચકાસીને કાર્ડ રદ કર્યા છે જ્યારે હજુ પણ કોઈ બીપીએલ લાભાર્થી હશે અને એને ખોટો લાભ લીધો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા એ.એસ.એસ.એ.સી. રેશનકાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓએ 31 ઓક્ટોબર 2025 સુધીમાં પોતાના આધાર કાર્ડની નકલ રેશનકાર્ડ સાથે જોડવા માટે ફરજીયાત કરવામાં આવ્યું છે. જે લોકો આધાર કાર્ડ જોડાવશે નહીં તેમના રેશનકાર્ડ રદ કરવામાં આવશે અને તેઓ સરકાર દ્વારા મળતા લાભોથી વંચિત રહેશે. કાયદાકીય રીતે જોવામાં આવે તો આવા કિસ્સાઓમાં ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ કાર્યવાહી થઈ શકે છે, જેમાં સાત વર્ષ સુધીની સજા થવાની જોગવાઈ છે. સાથે જ આવા કાર્ડ દ્વારા લેવાયેલો ખોટો લાભ પણ સરકાર દ્વારા પાછો વસૂલ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો- Nikol roadshow : PM મોદીની આરતી ઉતારનાર મહિલા કોણ? નિકોલ રોડ શોની હૃદયસ્પર્શી ઘટના
જોકે બીજી તરફ અનેક ગરીબ પરિવારો એવા પણ છે કે જેઓને રેશનકાર્ડનો લાભ મેળવવા માટે ભારે ચક્કર ખાવા પડે છે. ખરેખર સહાયની જરૂરિયાત ધરાવતા પરિવારોને તંત્રની જટિલ પ્રક્રિયામાં અવરોધો આવતાં અનાજ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મફતપુરા વિસ્તારના કમુબેન નટ રેશનકાર્ડ ધારકે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી તેમને રેશનકાર્ડ દ્વારા મળતો સરકારી અનાજનો જથ્થો નથી મળી રહ્યો. આ અંગે તેમણે કચેરીઓમાં ધક્કા ખાઈને રજૂઆતો કરી છે પરંતુ રેશનકાર્ડ બંધ થઈ ગયું હોવાનું કચેરીઓના અધિકારીઓએ જણાવ્યું છે તેમનું કહેવું છે કે એક તરફ સરકાર ગરીબોને અનાજ મળે તે માટે રેશનકાર્ડ દ્વારા અનાજ પહોંચાડ છે પરંતુ અમે મજૂરી વર્ગના લોકો છીએ છતાં અમને અનાજ મળતું નથી બીજી તરફ તેમને આક્ષેપો કર્યા છે કે પૈસા વાળા લોકોને અનાજ મળી રહ્યું છે ત્યારે તેમનું રેશનકાર્ડ ચાલુ થાય અને સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો મળતો થાય તેવી માંગ કરી છે.
સરકાર દ્વારા બોગસ ડોક્યુમેન્ટ દ્વારા ભૂતિયા રેશનકાર્ડ બનાવીને લાભ લેનારા લોકો સામે લાલ આંખ કરવામાં આવતા અને આવા રેશનકાર્ડ બંધ કરીને કાર્યવાહી કરતા પાલનપુરના જાગૃત નાગરિકે સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે. કહ્યું કે બોગસ રેશનકાર્ડ બંધ થશે તો તેનો સાચો હક ગરીબ લાભાર્થીઓને મળતો થશે અને છેવાડાના ગામ સુધી સરકારી અનાજ પહોંચશે. જો હજુ સુધી તંત્ર આમાં ઊંડાણપૂર્વકની ચકાસણી કરે તો 15,000 થી વધુ રેશનકાર્ડ રદ થઈ શકે છે ત્યારે હજુ આવા કોઈ રેશનકાર્ડ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બનાવવામાં આવ્યા હોય તો તે રદ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
મહત્વનું છે કે બોગસ છે ડોક્યુમેન્ટના આધારે ભૂતિયા રેશનકાર્ડ બનાવીને છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અનાજનો અને સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા લોકોને શોધી શોધીને હવે સરકાર તેમના રેશનકાર્ડ બંધ કરી રહી છે જેથી ભૂતિયા રેશનકાર્ડના નેટવર્કનો હવે ટૂંક સમયમાં મોટો પર્દાફાશ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કહી શકાય કે આવા રેશનકાર્ડ જો બંધ થાય છે તો હકીકતમાં જે લોકોને લાભ મળવો જોઈએ તે લાભ મળતો થતા ખરેખર સરકારની ગરીબોને અનાજ આપવાની યોજના સાર્થક થશે..
આ પણ વાંચો- Navratri 2025 : ગરબામાં વિધર્મીઓનાં પ્રવેશ પર રોક મામલે આયોજકનું મહત્ત્વનું નિવેદન!


