Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરીકાના વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ગોળીબાર, 2ના મોત

અમેરીકામાં ફાયરિંગની એક મોટી ઘટના સામે આવી છે. વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક-બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું માહિતી મળી છે. રિચમંડ પોલીસના વડા...
અમેરીકાના વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ગોળીબાર  2ના મોત
Advertisement

અમેરીકામાં ફાયરિંગની એક મોટી ઘટના સામે આવી છે. વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક-બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું માહિતી મળી છે. રિચમંડ પોલીસના વડા રિક એડવર્ડ્સે મીડિયાને જણાવ્યું કે ગોળીબાર બાદ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે ગોળીબાર

Advertisement

વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઈસ્કૂલના પદવીદાન સમારોહ બાદ થયેલા ગોળીબારમાં સાત લોકોને ગોળી વાગી હતી. 3ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આ ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 12 અન્ય ઘાયલ થયા હતા.

Advertisement

શકમંદો કસ્ટડીમાં લેવાયા

રિચમંડ પોલીસના વડાએ કહ્યું કે જ્યાં ગ્રેજ્યુએશન કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાંના અધિકારીઓને સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5:15 વાગ્યે બહાર ગોળીબારનો અવાજ સંભળાયો. આ પછી તેમણે પોલીસને જાણ કરી. જોકે હવે લોકોને કોઈ ખતરો નથી. કસ્ટડીમાં લેવામાં આવેલા શકમંદોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સ્કૂલ બોર્ડના સભ્ય જોનાથન યંગે મીડિયાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને અન્ય હાજર લોકો જ્યારે થિયેટરથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને સતત 20 ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.

  • બીજી બાજુ રિચમન્ડ પબ્લિક સ્કૂલે એક નિવેદનમાં જણાવ્યું કે, ગોળીબાર થિયેટરથી આગળની શેરીમાં મનરો પાર્કમાં થયો હતો. કોલેજ કેમ્પસની બાજુમાં આવેલી હાઈસ્કૂલમાં પદવીદાન સમારોહ બાદ આ ઘટના બની હતી.

અગાઉ પણ બની ચુકી છે ફાયરિંગની ઘટના

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેલિફોર્નિયાના સનીવેલ શહેરમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના રવિવારે બની હતી, જ્યારે શંકાસ્પદ વ્યક્તિએ પરિવારની કાર પર ગોળી ચલાવી હતી.

આ પણ વાંચો : શા માટે જાપાનીઝ વ્હિસ્કી આટલી મોંઘી છે, તેની સૌથી વધુ માંગ ક્યાં છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×