Shravan 2025 : Rajkot ના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ
Shravan 2025 : આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી લાઇવ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકાશે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે. આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે. શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ જેવા શહેરો સહિત આખા રાજ્યમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા છે.
આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. શિવાલયો બહાર શિવભક્તોની લાંબી કતારો લાગી છે. ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારથી શિવજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા છે. આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઈના રોજ એટલે કે આજથી થઈ રહ્યો છે. તેમજ 23 ઓગસ્ટના રોજ સમાપ્તિ થશે. આ દરમિયાન કુલ 4 શ્રાવણ સોમવાર આવશે. જે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત શરૂ કરવા માંગતા હોય, તેઓએ શ્રાવણના પહેલા સોમવારથી વ્રત - ઉપવાસ શરૂ કરી શકે છે.
Shravan 2025 : Rajkot ના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ
July 25, 2025 1:22 pm
આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. શિવાલયો બહાર શિવભક્તોની લાંબી કતારો લાગી છે. રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ ભક્તિભાવથી શિવલિંગ પર જળાભિષેક કર્યો છે. આ સિવાય બિલીપત્રો ચડાવી ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરી છે.
Shravan 2025 : Bhavnagar ના શિવાલયમાં ભક્તોની ભીડ
July 25, 2025 12:16 pm
આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. સવારથી જ ભાવનગરના શિવાલયોની બહાર ભકતોની ભીડ જમા થઈ ગઈ છે. શહેર અને જિલ્લાના નાના મોટા શિવાલયોમાં વાતાવરણ હર હર મહાદેવથી ગૂંજી ઉઠ્યું છે.
Shravan 2025 : Surat માં પવિત્ર શ્રાવણ માસને લઈ શિવાલયોમાં ભીડ
July 25, 2025 11:03 am
આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. શિવાલયો બહાર શિવભક્તોની લાંબી કતારો લાગી છે. સુરતના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે.
Shravan 2025 : Vadodara ના કરનાળી ખાતે કુબેર ભંડારી મંદિરે ભક્તો ઉમટ્યાં
July 25, 2025 9:37 am
આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. શિવાલયો બહાર શિવભક્તોની લાંબી કતારો લાગી છે. વડોદરાના કરનાળી ખાતે કુબેર ભંડારી મંદિરે ભકતોની કતાર લાગી છે.
શ્રાવણ મહિનાનું આધ્યાત્મિક મહત્વ
July 25, 2025 9:32 am
શ્રાવણ મહિનો ફક્ત ધાર્મિક વિધિઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિક ઉન્નતિનો સમય છે. આ મહિનામાં ભક્તો પોતાના મનને શુદ્ધ કરવા, નકારાત્મક વિચારોને દૂર કરવા અને ભગવાન શિવની ભક્તિમાં લીન થવાનો પ્રયાસ કરે છે. શિવજીની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે.
શ્રાવણ મહિનામાં કરવામાં આવતી વિવિધ અનેક ધાર્મિક વિધિઓ
July 25, 2025 9:31 am
ઉપવાસ: શ્રાવણના સોમવારે ઉપવાસ રાખવાની પરંપરા છે. ભક્તો ફળાહાર કે નિર્જળ ઉપવાસ કરે છે. મંત્ર જાપ: "ઓમ નમઃ શિવાય" મંત્રનો જાપ અને શિવ ચાલીસા, શિવ તાંડવ સ્તોત્રનું પાઠન કરવામાં આવે છે. દાન-પુણ્ય: આ મહિનામાં દાન કરવું શુભ માનવામાં આવે છે, ખાસ કરીને અન્ન, વસ્ત્ર અને ગાયનું દાન. શિવ પૂજા: શિવલિંગ પર બિલ્વપત્ર, ધતૂરો અને ફૂલો અર્પણ કરીને શિવજીની પૂજા કરવામાં આવે છે.
Shravan 2025 : આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ અમદાવાદના શિવમંદિરોમાં ભકતો ઉમટ્યાં
July 25, 2025 9:20 am
આજથી ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં ભક્તો મંદિરે તો આવતા હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરના નાના મોટા શિવ મંદિરોને વિશેષ રીતે શણગારવામાં પણ આવ્યા છે. શહેરના વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ બિલિ પત્ર અર્પણ કરી જળ અને દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. ભક્તજનો પણ આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે ભગવાન શંકરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે
July 25, 2025 9:20 am
ગુજરાતી પંચાંગ અનુસાર, આ મહિનો સામાન્ય રીતે જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે અને ભગવાન શિવની ભક્તિ માટે ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો શિવજીની આરાધના, ઉપવાસ, ધ્યાન અને ધાર્મિક વિધિઓ દ્વારા પોતાના આત્માને શુદ્ધ કરે છે. શ્રાવણ મહિનો એક એવો મહિનો કહેવાય છે જ્યારે ભક્તો ભગવાન શિવની કૃપા મેળવવા માટે વિશેષ રીતે પૂજા-અર્ચના કરે છે.
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે
July 25, 2025 9:13 am
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી લાઇવ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકાશે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે.


