Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra માં દેવેન્દ્ર ફડણવીસ CM, એકનાથ શિંદેનો પુત્ર ડેપ્યુટી CM?, જાણો કોણે કહ્યું...

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું ચોકાવનારું નિવેદન Maharashtra માં BJP ના દેવેન્દ્ર ફડણવીસ બનશે CM એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે ડેપ્યુટી CM બનશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેવેન્દ્ર ફડણવીસ 5 ડિસેમ્બરે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM તરીકે શપથ લેવા માટે મંચ...
maharashtra માં દેવેન્દ્ર ફડણવીસ cm  એકનાથ શિંદેનો પુત્ર ડેપ્યુટી cm   જાણો કોણે કહ્યું
Advertisement
  1. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું ચોકાવનારું નિવેદન
  2. Maharashtra માં BJP ના દેવેન્દ્ર ફડણવીસ બનશે CM
  3. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે ડેપ્યુટી CM બનશે

ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેવેન્દ્ર ફડણવીસ 5 ડિસેમ્બરે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM તરીકે શપથ લેવા માટે મંચ પર ચઢશે. તેમના પક્ષના નેતાઓ દાવો કરે છે કે તેમનું નામ ટોચના પદ માટે ફાઇનલ કરવામાં આવ્યું છે, જેના માટે આઉટગોઇંગ અને કેરટેકર CM એકનાથ શિંદે પણ દાવેદાર હતા. જો કે નવી સરકારના શપથ લેવાના બાકી છે, પરંતુ 2 અથવા 3 ડિસેમ્બરના રોજ યોજાનારી બેઠકમાં ફડણવીસને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે રાજ્યના ડેપ્યુટી CM તરીકે શપથ લઈ શકે છે.

શું કહ્યું એકનાથ શિંદે?

ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ રવિવારે રાત્રે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા CM તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે, જે 2 અથવા 3 ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટાશે. અગાઉ, આઉટગોઇંગ CM એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ નવા CM ની પસંદગીના ભાજપના નિર્ણયને સમર્થન કરશે.

Advertisement

Advertisement

શિંદેના પુત્રને નાયબ CM બનાવાશે?

શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને નાયબ CM પદ અને શિવસેનાને ગૃહ વિભાગ સોંપવામાં આવશે તેવી અટકળો પર એકનાથ શિંદેએ કહ્યું કે ત્રણ મહાયુતિ સહયોગી શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આ અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો : Maharashtra : અજિત દિલ્હી રવાના, એકનાથે મિટીંગો રદ કરી, રુપાણીને સોંપાઇ જવાબદારી

ભાજપે સૌથી વધુ બેઠકો જીતી...

Maharashtra માં મહાયુતિએ 288 માંથી 230 વિધાનસભા સીટો પર જીત મેળવી છે. ભાજપને સૌથી વધુ 132 બેઠકો મળી હતી જ્યારે શિવસેનાને 57 બેઠકો અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને 41 બેઠકો મળી હતી. મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં PM મોદીની હાજરીમાં યોજાશે.

આ પણ વાંચો : Tamil Nadu : Cyclone Fangal ના કારણે ભારે તબાહી, જાણો હાલમાં કેવી છે સ્થિતિ? Video Viral

ભાજપના ધારાસભ્ય દળની બેઠક હજુ યોજાઈ નથી...

નેતાની પસંદગી માટે હજુ સુધી ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ નથી. શિવસેના અને NCP એ પોતપોતાના નેતાઓને પસંદ કર્યા છે. મહાયુતિના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ગઠબંધનના ઘટક પક્ષો સાથે મળીને નક્કી કરશે કે શું માત્ર CM અને નાયબ CM જ 5 ડિસેમ્બરે શપથ લેશે અથવા મંત્રીઓને પણ શપથ ગ્રહણ કરવામાં આવશે. મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે.

આ પણ વાંચો : Farmer Protest : ખેડૂતોએ એક્સપ્રેસ વે બંધ કર્યો, આ કારણે કરી રહ્યા છે વિરોધ!, જાણો શું છે માંગ?

Tags :
Advertisement

.

×