Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગિલ આઉટ થતાં જ વિરાટ કોહલીને થયો હાશકારો..! વાંચો કેમ....

IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે છે. ગુજરાતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે આ સમગ્ર સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એવું લાગી રહ્યું હતું કે ગિલ એક જ સિઝનમાં IPLના તમામ રેકોર્ડ તોડી નાખશે. પરંતુ તેમ છતાં...
ગિલ આઉટ થતાં જ વિરાટ કોહલીને થયો હાશકારો    વાંચો કેમ
Advertisement
IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે છે. ગુજરાતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે આ સમગ્ર સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એવું લાગી રહ્યું હતું કે ગિલ એક જ સિઝનમાં IPLના તમામ રેકોર્ડ તોડી નાખશે. પરંતુ તેમ છતાં ગિલ આરસીબીના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીના ત્રણ મોટા રેકોર્ડ તોડી શક્યો નથી.
કોહલીનો સુપર રેકોર્ડ બચ્યો
શુભમન ગિલ CSK સામેની ફાઇનલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે ગિલે 890 રન સાથે સિઝનનો અંત કર્યો. ગિલ માત્ર 900નો આંકડો જ ચૂક્યો ન હતો, તે IPLમાં કોહલીના સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવામાં પણ ચૂકી ગયો હતો. કોહલીએ IPL 2016માં 973 રન કર્યા  હતા. જોકે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ગિલ બીજા નંબરે પહોંચી ગયો છે.
સદીનો રેકોર્ડ પણ બચ્યો
એટલું જ નહીં, કોહલીનો સૌથી વધુ સદીનો રેકોર્ડ પણ ગિલના નામે બચી ગયો હતો. ગિલે આ સિઝનમાં કુલ ત્રણ સદી ફટકારી હતી. પરંતુ વિરાટે IPL 2016માં કુલ 4 સદી ફટકારી હતી. કોહલી ઉપરાંત રાજસ્થાનના સ્ટાર ઓપનર જોસ બટલરે પણ IPL 2022માં 4 સદી ફટકારી હતી.
આ રેકોર્ડ પણ બચી ગયો
આ સિવાય ગિલ એક સિઝનમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો કોહલીનો રેકોર્ડ પણ તોડી શક્યો નથી. વિરાટે IPL 2016માં 122 બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ ગિલ આ સિઝનમાં માત્ર 118 બાઉન્ડ્રી ફટકારવામાં સફળ રહ્યો હતો. IPL 2022માં 128 બાઉન્ડ્રી ફટકારનાર જોસ બટલર આ યાદીમાં ટોચ પર છે. તે જ સમયે, ડેવિડ વોર્નર ત્રીજા નંબર પર છે, જેણે એક જ સિઝનમાં 119 બાઉન્ડ્રી ફટકારી છે.
Tags :
Advertisement

.

×