Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Silver Rates: ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે, સતત બીજા દિવસે પણ ભાવમાં નોંધાયો વધારો

ભારતના બજારમાં  Silver Rates માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, જે પ્રતિ કિલોગ્રામ રૂ. 1.20 લાખના શિખરે પહોંચી ગયા છે
silver rates  ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે  સતત બીજા દિવસે પણ ભાવમાં નોંધાયો વધારો
Advertisement
  • Silver Rates ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે
  • સતત બીજા દિવસે ભાવમાં બે બજારનો થયો વધારો
  • રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરફ વધ્યા 

ભારતના બજારમાં સતત બીજા દિવસે પણ ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો,આજે દેશમાં ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, જે પ્રતિ કિલોગ્રામ રૂ. 1.20 લાખના શિખરે પહોંચી ગયા છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે દિલ્હીમાં ચાંદીના ભાવમાં રૂ. 2,000નો વધારો થયો, જ્યારે મંગળવારે તે રૂ. 3,000 વધીને રૂ. 1.18 લાખ પ્રતિ કિલો થયો હતો. સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો, જે બુધવારે રૂ. 500ના વધારા સાથે રૂ. 1,01,270 પ્રતિ 10 ગ્રામ થયો.

Silver Rates માં થયો સતત બીજા દિવસે પણ વધારો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ, ખાસ કરીને 27 ઓગસ્ટ, 2025થી ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં અનિશ્ચિતતા વધી છે. આના પરિણામે, રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પો તરફ વળ્યા છે, જેમાં સોનું અને ચાંદી મુખ્ય છે. એગ્મોન્ટના રિસર્ચ હેડ રેનિશા ચૈનાની જણાવે છે કે ટ્રમ્પે ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકને બરતરફ કર્યા બાદ રાજકીય અનિશ્ચિતતા વધી, જેણે ફેડની સ્વતંત્રતા અંગે શંકા ઉભી કરી છે. આના કારણે રોકાણકારો સોના અને ચાંદીમાં વધુ રોકાણ કરી રહ્યા છે.

Advertisement

Silver Rates માં ભાવ વધી રહ્યા છે

જોકે, વૈશ્વિક બજારમાં સોનાના ભાવ થોડા નરમ રહ્યા. ન્યૂયોર્કમાં સોનું 0.55 ટકા ઘટીને $3,375.08 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ભારતમાં, સ્થાનિક બજારોમાં ચાંદીના ભાવ સતત બીજા દિવસે વધ્યા, જે રેકોર્ડ સ્તરે પહોંચ્યા. સોનાના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જે રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે

Advertisement

ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી વૈશ્વિક વેપારમાં અસ્થિરતા વધી છે, જેની અસર ભારતના આયાત ખર્ચ પર પડી રહી છે. ભારત, જે 90 ટકાથી વધુ સોનું અને ચાંદી આયાત કરે છે, તે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ભાવમાં થતા ફેરફારો પ્રત્યે સંવેદનશીલ છે. રૂપિયાની કિંમતમાં થતી વધઘટ પણ આયાત ખર્ચને અસર કરે છે, જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે.

આ પણ વાંચો:    Tariff War : ટ્રમ્પના 50 ટકા ટેરિફના કારણે 10 લાખ નોકરીઓ સંકટમાં,CTIની સરકાર સમક્ષ માગ

Tags :
Advertisement

.

×