Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બનાસ ડેરીની ચૂંટણીમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી સહિત 6 બેઠકો બિનહરીફ, હવે 10 બેઠકો પર જામશે ખરાખરીનો જંગ

બનાસ ડેરી નિયામકની 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ થઇ છે. આ બનાસ ચૂંટણીમાં રાધનપુર, સુઈગામ, થરાદ, ભાભર, ડીસા, અમીરગઢની બેઠકો બિનહરીફ થઇ છે
બનાસ ડેરીની ચૂંટણીમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી સહિત 6 બેઠકો બિનહરીફ  હવે 10 બેઠકો પર જામશે ખરાખરીનો જંગ
Advertisement
  • એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ની ચૂંટણીને લઈ ચર્ચાનો માહોલ
  • નિયામક મંડળની ચૂંટણીને લઈ દિગ્ગજ નેતાઓ મેદાને
  • રાધનપુરથી શંકરભાઈ ચૌધરી સહિત 6 બેઠકો બિનહરીફ
  • નિયામક મંડળની ચૂંટણીમાં હવે 10 બેઠક પર મુકાબલો
  • રાધનપુર, સુઈગામ, થરાદ, ભાભર, ડીસા, અમીરગઢ બિનહરીફ
  • દાંતીવાડા અને વડગામ બેઠક પર ભાજપ વર્સીસ ભાજપ

ઉત્તર ગુજરાતની શાન ગણાતી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામકની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચૂંટણીમાં રાધનપુરથી શંકરભાઇ ચૌધરી સહિત 6 બેઠકો બિનહરીફ થઇ છે.  આ છ બેઠકો બિનહરીફ થતા હવે 10 બેઠકો પર સીધો મુકાબલો જોવા મળશે. આ બેઠકો પર હવે ભારે રસાકરસી જોવા મળશે.ચૂંટણીને લઇને માહોલ હાલ ગરમાયો છે.

નોંધનીય છે કે બનાસ ડેરી નિયામકની 16 બેઠકોમાંથી 6 બેઠકો બિનહરીફ થઇ છે. આ બનાસ ચૂંટણીમાં રાધનપુર, સુઈગામ, થરાદ, ભાભર, ડીસા, અમીરગઢની બેઠકો બિનહરીફ થઇ છે. રાધનપુરથી શંકરભાઇ ચૌધરી બિનહરીફ થયા છે. આ બનાસ ડેરીની ચૂંટણીમાં મહત્વની વાત એ છે કે દાંતીવાડા અને વડગામ બેઠક પર ભાજપ વર્સીસ ભાજપના ઉમેદવાર વચ્ચે મુકાબલો જોવા મળશે.

Advertisement

બનાસ ડેરી ની આ બેઠકો બિનહરીફ 

Advertisement

રાધનપુર, સુઈગામ, થરાદ, ભાભર, ડીસા અને અમીરગઢ બેઠક પરના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. રાધનપુર બેઠક પરથી બનાસ ડેરીના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાઈ આવતા તેમના વિજયનો માર્ગ સરળ બન્યો છે. આ બિનહરીફ બેઠકોના પરિણામોએ દર્શાવ્યું છે કે સહકારી ક્ષેત્રમાં નેતાઓની પકડ મજબૂત છે.

બનાસ ડેરી ની   રસાકસીભરી 10 બેઠકો

બાકી રહેલી 10 બેઠકો દાંતા, વડગામ, પાલનપુર, કાંકરેજ, દિયોદર, વાવ, સાંતલપુર, ધાનેરા, દાંતીવાડા અને લાખણી પર બેથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠકો પર મુકાબલો રસપ્રદ બન્યો છે કારણ કે ઘણી જગ્યાએ ભાજપના જ ઉમેદવારો સામસામે છે. દાંતીવાડા અને વડગામ બેઠક પર તો ભાજપ વર્સીસ ભાજપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જે દર્શાવે છે કે સંગઠનમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે.

ઉમેદવારી પત્રો અને સમર્થકોનો જમાવડો

ચૂંટણી માટેના અંતિમ દિવસે કુલ 16 બેઠકો માટે 36 ઉમેદવારોએ 50થી વધુ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમટી પડ્યા હતા. આ જમાવડો સહકારી ક્ષેત્રની આ ચૂંટણીનું મહત્વ અને તેમાં લોકોની રુચિ દર્શાવે છે.

આ પણ વાંચો:   અમિત ખૂંટ આપઘાત કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ સહિત અતાઉલ ના રિમાન્ડ પૂર્ણ,જૂનાગઢ જેલમાં મોકલાયા

Tags :
Advertisement

.

×